Homeગામનાં ચોરેએક માણસ છેલ્લા દસ વર્ષથી રોજ દરિયામાં ડૂબકી લગાવી પોતાની પત્નીને શોધે...

એક માણસ છેલ્લા દસ વર્ષથી રોજ દરિયામાં ડૂબકી લગાવી પોતાની પત્નીને શોધે છે

Team Chabuk-International Desk: બિહારના દશરથ માંઝીનો કિસ્સો ભારતના ઘર ઘરમાં લોકપ્રિય છે. જેણે પોતાની પત્નીની યાદમાં એક પહાડને કાપી નાખ્યો અને રસ્તો બનાવી નાખ્યો. આજે એ રસ્તાને દશરથ માંઝી રોડ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં દશરથ માંઝીની અથાગ મહેનત, તેમનું લક્ષ્ય, સંઘર્ષ અને સૌથી મોટી વસ્તુ પત્નીને કરેલો પ્રેમ યાદ કરતાં આપણે થાકતા નથી. જે કામ સરકાર ન કરી શકે અથવા તો સરકાર જો એ કામ કરેત તો ને કરોડોનો ખર્ચ થઈ જાત, એ કામ દશરથ માંઝીએ એકલા હાથે કરી નાખ્યું. હવે જઈએ જાપાનમાં.

જાપાનમાં એક 64 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ પાછલા 10 વર્ષોથી સમુદ્રમાં ખોવાયેલી પોતાની પત્નીને શોધી રહ્યો છે. વર્ષ 2011માં જાપાનમાં આવેલી ત્સુનામીમાં યાસુઓ તાકામાત્સુની પત્ની યુકો ખોવાઈ ગઈ હતી. એ દિવસથી યાસુઓ પોતાની પત્નીની ખોજમાં છે. યાસુઓ પોતાની પત્ની યુકોને શોધવા માટે અંડર વોટર ડાઈવિંગ પણ શીખી ચૂક્યા છે અને ગત્ત સાત વર્ષથી સમુદ્રમાં તેઓ પોતે ડાઈવિંગ કરી રહ્યા છે. જેથી તે પોતાની પત્નીથી જોડાયેલી કોઈ એક વસ્તુની ખોજ કરી શકે.

જાપાન પ્રશાસન પણ કેટલાક વર્ષોથી દોઢ હજાર જેટલા ખોવાયેલા લોકોનાં કારણે અંડરવોટર શોધ અભિયાન ચલાવી રહ્યું છે. યાસુઓ તાકામાત્સુ ખાનગી રીતે અંડર વોટર ડાઈવ તો કરે જ છે સાથે જ સ્થાનિક પ્રશાસન સાથે જોડાઈને દર મહિને ચાલતા શોધખોળ અભિયાનમાં પણ જોડાઈ છે. અત્યાર સુધી ડાઈવિંગ કરતા યાસુઓને વસ્ત્રો, આલ્બમ જેવી અગણિત વસ્તુઓ મળી ચૂકી છે. જોકે આ તમામ વસ્તુઓ અન્ય લોકોની છે. અત્યાર સુધી તેમની પત્ની સાથે સંલગ્ન હોય એવી એક પણ વસ્તુ તેમના હાથ નથી લાગી છતાં તેઓ સતત મહેનત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 2011ની સાલમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 133 ફૂટ લાંબા અને વિકરાળ સમુદ્રી મોજાઓએ જાપાનના ઉત્તરપૂર્વી કોસ્ટને હચમચાવીને રાખી દીધું હતું. ફુફુશિમા ન્યૂક્લિયર પ્લાંટને પણ આ ત્સુનામીએ ખાસ્સુ નુકસાન પહોંચાડ્યું હતું. યુક્રેનના ચેરનોબિલ બાદની સૌથી ખતરનાક તબાહી જાપાનની 2011ની ત્સુનામીને માનવામાં આવે છે. જાપાનની આ રાક્ષસી ત્સુનામીના કારણે 15 હજાર લોકો માર્યા ગયા હતા. આશરે 2 લાખ 30 હજાર લોકો પોતાનો જીવ બચાવવા ઘર છોડીને ભાગી ગયા હતા. એ પરથી જ અંદાજ લગાવી શકાય કે ત્સુનામીએ કેવી તબાહી મચાવી હશે ?

યાસુઓ તાકામાત્સુની પત્ની બેંકમાં કામ કરતી હતી. ત્સુનામી દરમિયાન યાસુઓ પોતાની પત્નીને લઈને ચિંતિત રહેતાં હતાં, કારણ કે તેમની પત્ની જ્યાં કામ કરતી હતી, એ એક પહાડની પાછળનાં ભાગમાં આવેલ હતું. બેંકના સ્ટાફને મુસીબતનો આભાસ થઈ જતાં પોતાના કર્મચારીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધાં હતાં. જોકે ત્સુનામીની તીવ્રતા વધતા કંઈ કેટલાય બેંકના કર્મચારીઓ ડૂબી ગયા. મૃત્યુ પામ્યા. ખોવાઈ ગયા. જેમનો આજ સુધી પત્તો નથી લાગ્યો અને જાપાનનું પ્રશાસન પણ તેઓ મળી જાય આ માટે અભિયાન ચલાવી રહ્યા છે.

યાસુઓએ હવે પોતાની બાકી બચેલી જિંદગી પત્નીની શોધ પાછળ લગાવી દીધી છે. તેમનું માનવું છે કે મારી પત્ની પાસેથી એ સંદેશ મળે છે કે, હું બેંકની નોકરીથી થાકી ગઈ છું અને ઘરે આવવા માગુ છું.

જાપાનમાં આવેલી ત્સુનામી બાદ તેમની પત્ની હજુ જીવિત છે અને ઘરે પરત ફરવા માગે છે બસ આ જ એક કારણથી યાસુઓ પોતાની પત્નીને શોધી રહ્યા છે. રોજ સવારે ઉઠતા જ બસ આ કામ કર્યા રાખે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments