Homeગામનાં ચોરેબાઈડન મોદીને ખુરસી સુધી લઈ ગયા અને કહ્યું કે, ‘અહીં ભારતીય...’

બાઈડન મોદીને ખુરસી સુધી લઈ ગયા અને કહ્યું કે, ‘અહીં ભારતીય…’

Team Chabuk-International Desk: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે શુક્રવારે ભારતીય સમય અનુસાર વ્હાઈટ હાઉસમાં ક્વાડની મહત્વની બેઠક થઈ હતી. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તેમની અને બાઈડનની મુલાકાત શ્રેષ્ઠ રહી. મોદીએ કહ્યું કે, મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર બાઈડનનું નેતૃત્વ વખાણવા લાયક રહ્યું છે. આ પહેલા મીડિયા સાથેની વાતચીત દરમ્યાન બાઈડને કહ્યું કે, જ્યારે હું પીએમને તેમની સીટ સુધી લઈ ગયો, તો મેં તેમને જણાવ્યું કે, અહીં એક ભારતવંશી બેસે છે. ઉપરાષ્ટ્રપતિની માતા ભારતની હતી. એક વૈજ્ઞાનિક અને શ્રેષ્ઠ મહિલા.

rps baby world

બાઈડન અહીં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની માતા શ્યામલા ગોપાલન હેરિસની વાત કરી રહ્યા હતા. 19 વર્ષની ઉંમરમાં તેણી તમિલનાડુના તિરુવર જિલ્લાના થુલાસેન્દ્રાપુરમ ગામથી અમેરિકા આવી ગઈ હતી. અહીં તેમના વિવાહ જમૈકન મૂળના ડોનાલ્ડ હેરિસની સાથે થયા હતા.

rps baby world

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા જ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની મુલાકાત કરી હતી અને તેમને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતના લોકો પણ ઈચ્છશે કે આપને આ વિજય યાત્રા માટે સન્માનિત કરે. જેથી હું તમને ભારત આવવાનું આમંત્રણ પાઠવું છું.

rps baby world

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલા હેરિસની પ્રશંસામાં કહ્યું હતું કે, આપનું અમેરિકાનું નેતૃત્વ કરવું એ જ મોટી ઉપલબ્ધિ છે. રાષ્ટ્રપતિ બાઈડન અને આપના નેતૃત્વમાં આપણા રાષ્ટ્રીય સંબંધો ઉંચાઈ પ્રાપ્ત કરશે. આપનું ઉપરાષ્ટ્રપતિના પદ પર પસંદ પામવું એ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટના છે. આપ વિશ્વભરના લોકો માટે પ્રેરણાસ્ત્રોત છો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments