Team Chabuk-Sport Desk: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ પ્રથમ ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. પોતાની ટેસ્ટ કારકિર્દીનો સૌથી મોટો સ્કોર બનાવનારી ઓપનરે પિન્ક બોલ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ ભારત તરફથી ડે નાઈટ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનારી તે પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. પ્રથમ દિવસે ભારતીય ટીમે એક વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા. વરસાદના વિઘ્નના કારણે મેચને સ્થગિત કરવો પડ્યો હતો.
💯 to Smriti Mandhana!
— 7Cricket (@7Cricket) October 1, 2021
A brilliant century coming off 170 deliveries, with 18 fours and one six #AUSvIND pic.twitter.com/NiVLlgQ4UQ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિસ્ફોટક ઓપનરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાઈ રહેલા પિન્ક બોલ ટેસ્ટમાં શાનદાર સેન્ચુરી ફટકારી છે. ટેસ્ટમાં આ પહેલા સ્મૃતિની સૌથી મોટી ઈનિંગ 78 હતી. અર્થાત્ 78 તેનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો. મેચના પ્રથમ દિવસે 11 ચોગ્ગાની મદદથી 51 બોલમાં તેણે પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી હતી. એ પિન્ક બોલ ટેસ્ટમાં હાફ સેન્ચુરી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની હતી.

51 બોલમાં હાફ સેન્ચુરી પૂર્ણ કરનારી મંધાનાએ મેચના બીજા દિવસના પહેલા સેશનમાં જ પોતાની સેન્ચુરી પૂર્ણ કરી લીધી હતી. 170 બોલમાં 18 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી મંધાનાએ સેન્ચુરી પૂર્ણ કરી. ટેસ્ટમાં સ્મૃતિની આ પ્રથમ સેન્ચુરી છે અને પિન્ક બોલ ટેસ્ટમાં પણ સેન્ચુરી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ચૂકી છે. પુરુષ વર્ગમાં આ પહેલા 2019માં વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે 136 રનની ઈનિંગ રમી હતી. જે ઓવરઓલ પિન્ક બોલ ટેસ્ટમાં ભારતની પ્રથમ સેન્ચુરી ગણવામાં આવે છે.
Jersey no 18 roaring everywhere always #viratkholi #SmritiMandhana #PinkBallTest pic.twitter.com/h5tE7c1t64
— KiRAN (@Duggavati_kiran) October 1, 2021
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ તેણે શેફાલી વર્માની સાથે 93 રનની ભાગીદારી નોંધાવી હતી. જણાવી દઈએ કે 15 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની વચ્ચે ટેસ્ટ મેચ યોજાયો છે. સ્મૃતિના કરિયર પર એક નજર નાખવામાં આવે તો આ તેની ચોથી ટેસ્ટ મેચ છે. ત્રણ ટેસ્ટ મેચમાં 33.40ની એવરેજ સાથે 167 રન બનાવ્યા છે. જેમાં બે હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. મંધાના વનડેમાં પણ ચાર સેન્ચુરી ફટકારી ચૂકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત