Homeગામનાં ચોરેVideo: મહિલાના મોંઢામાં સાપ ઘૂસ્યો, જાણો કઈ રીતે કાઢ્યો બહાર, ડૉક્ટર પણ...

Video: મહિલાના મોંઢામાં સાપ ઘૂસ્યો, જાણો કઈ રીતે કાઢ્યો બહાર, ડૉક્ટર પણ હેરાન

Team Chabuk-International Desk: સાપ એક એવો જીવ છે જે ગમે ત્યારે અને ગમે ત્યાં ઘુસીને છુપાઈ શકે છે. સાપ કપડાંમાં, બુટમાં, કબાટમાં, ઘરના ખૂણામાં છુપાઈને બેસી જાય છે. પરંતુ આ વખતે એક સાપે હદ વટાવી છે. 4 ફૂટ લાંબો સાપ મહિલાના પેટમાં ઘૂસી ગયો હતો. ટ્વિટરના @FascinateFlix પર શેર કરવામાં આવેલા વીડિયોમાં મહિલાના પેટમાંથી સાપ નીકળતો જોઈને તમે દંગ રહી જશો. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા સૂતી હતી ત્યારે તેના મોંઢા દ્વારા સાપ પેટમાં જતો રહ્યો. ડૉક્ટરોએ સાપને પેટમાંથી બહાર કાઢ્યો તો ચાર ફુટના સાપને જોઈ ડૉક્ટરોની ટીમ પણ હેરાન રહી ગઈ હતી. આ વીડિયોને 19 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વાયરલ વીડિયો ખરેખર હેરાન કરી દે તેવો છે. જેને જોઈને કોઈપણને પોતાની આંખ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. વીડિયોમાં ઓપરેશન થિયેટરમાં બેભાન પડેલી એક મહિલા જોવા મળી રહી છે. જેના મોંઢામાંથી ડોક્ટર્સ કંઈક બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ત્યારે જ ડોક્ટરે 4 ફૂટ લાંબો સાપ મોંઢામાંથી બહાર કાઢ્યો હતો. આ જોઈને ડોક્ટર પણ આશ્ચર્યમાં બે ડગલાં પાછળ હટી ગયા. આ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા કે કોઈ વ્યક્તિ એટલી ઉંઘમાં કઈ રીતે હોય શકે કે તેના મોંઢામાં સાપ ઘૂસી જાય તો પણ તેને ખબર ન પડે.

આ ઘટના આશરે 2 વર્ષ જૂની છે. જણાવામાં આવ્યું હતું કે રશિયાના દાગેસ્તાન વિસ્તારના એક નાનકડા ગામમાં આ મહિલા એટલી ગાઢ નિંદ્રામાં હતી કે એક સાપ તેના મોંઢા દ્વારા તેના પેટમાં ઘૂસી ગયો હતો અને જ્યારે તેને થોડું ખરાબ લાગ્યું ત્યારે તે ડૉક્ટર પાસે ગઈ હતી. જેથી તમામ તપાસ બાદ ડોક્ટરોએ પેટમાંથી 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢ્યો હતો. જો કે, અહેવાલો અનુસાર, તે જાણી શકાયું નથી કે સાપ જીવતો હતો કે મૃત. તેમજ મહિલાની ઓળખ પણ જાહેર કરવામાં આવી નથી. ઘણા લોકોએ તેને સાપને બદલે કોઈ અન્ય પ્રાણી હોવાનું કહ્યું હતું. જે લાંબા અળસિયા જેવું હતું. જે વાયરસ દ્વારા પેટમાં જન્મે છે. આ વીડિયોને 19 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments