જમ્મુ કાશ્મીરના નાગરકોટામાં થયેલા હુમલા મુદ્દે મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, ચારે આતંકીઓનો હેન્ડલર આતંકી મસૂદનો ભાઈ અબ્દુલ રઉફ હતો. જે પાકિસ્તાનમાં બેસીને સલાહ આપી રહ્યો હતો. પાકિસ્તાનમાંથી તે આતંકીઓને અલગ-અલગ નિર્દેશ આપી રહ્યો હતો.
સમાચાર એજન્સી ANIના એક રિપોર્ટમાં સરકારી સૂત્રોએ દાવો કર્યો છે કે, પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIએ પુલવામાં જેવો મોટો આતંકી હુમલો કરવાની યોજના ઘડી હતી જેનું કામ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને સોંપ્યુ હતું.
આતંકી હુમલા માટે જ ચાર આતંકીઓએ સાંબા સેક્ટરમાંથી ઘૂષણખોરી કરી હતી. જો કે, તેઓની નાપાક હરકતને સફળતા મળી ન હતી. ભારતીય સૈનિકોએ આતંકીઓને નાગરોટા પાસે ઝડપી લીધા હતા અને ચારે આતંકીઓને ઠાર માર્યા હતા.
સરકારી રિપોર્ટમાં દાવો કરાયો છે કે, પુલવામાં જેવો હુમલો કરવા માટે જે વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી હતી તે મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ અઝહર રઉફ અસગર હતો. આ હેંડલરે ભારતીય સીમા સાથે જોડાયેલા પાકિસ્તાનમાં જૈશના આતંકી ઠેકાણા પરથી ચાર જેહાદીઓને કામે લગાડ્યા હતા.
અબ્દુલ અસગર સાથે હુમલાનું ષડયંત્ર રચવા માટે જૈશનો અન્ય એક આતંકી કાઝી તરાર પણ જોડાયો હતો. સૂત્રોનું માનીએ તો બહાવલપુરમાં જૈસ મુખ્યાલયમાં આ સંદર્ભે એક બેઠક મળી હતી. જેમા જૈશ સાથે જોડાયેલા મોલાના અબુ જુંદાલ અને મુફ્તી તોસીફ નામના આતંકીઓ પણ સામેલ હતા. આ મિટિંગમાં ISIના બે અધિકારીઓ પણ સામેલ હતા.
ષડયંત્ર રચ્યા બાદ જૈશના શકરગઢ યુનિટમાં અંતિમ તૈયારીનું કામ સોંપાયું હતું. જેમાં આતંકીઓની પસંદગીથી લઈને તેમની ટ્રેનિંગ સુધીની તમામ વસ્તુઓ સામેલ હતી. ચારે આતંકીઓને સુસાઈડ અટેકની પણ ટ્રેનિંગ અપાઈ હતી. જેથી ઘૂષણખોરી બાદ વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકે.
જૈશના આતંકીઓએ સરહદ વિસ્તારમાં નાની નદીઓનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં ઘુષવા માટે સાંબા સેક્ટરમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એક ટ્રકમાં છુપાયા હતા. સુત્રોનું માનીએ તો જૈશના મોટા ભાગના આતંકીઓ આ રીતે જ ઘુષણખોરી કરે છે. આતંકીઓ ઘુષણખોરીનો રાત્રે 3થી સવારના 4 વાગ્યાનો સમય પસંદ કરે છે.
આતંકીઓના મોબાલમાંથી પણ અનેક ખુલાસા થયા હતા. આતંકીઓના મોબાઈલ પરથી સામે આવ્યું હતું કે, હેન્ડલર આતંકીઓના સતત સંપર્કમા હતો. આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલમાં કોડ વર્ડમાં સેવ કેટલાક કોડવર્ડ પણ મળ્યા છે. P1 અને P55 નામથી સેવ નંબરથી આતંકીઓના લોકેશનનું સતત અપડેટ લેવાઈ રહ્યું હતું.
કેટલાક મેસેજમાં લખ્યું હતું કે, ક્યાં પહોંચ્યા ? સૂરત-એ-હાલ શું છે ? કોઈ મુશ્કેલી તો નથી ? જેમાં આતંકીઓએ રિપ્લાય પણ આપ્યો હતો. જેમાં લખ્યું હતું કે 2 વાગ્યે જણાવી દઈશુ.
આતંકીઓ જે ટ્રકમાં આવ્યા હતા તેના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. સાંબા સેક્ટર પાસે આ ટ્રક સવારે 3.44 કલાકે જોવા મળ્યો હતો. ત્યારબાદ અંદાજે 40 મિનિટ બાદ જ નગરોટા ટોલ પ્લાઝા પર આતંકીઓ સાથે જવાનોની અથડામણ થઈ હતી. ટ્રક માલિક ઉપરાંત આતંકીઓ જેમના સંપર્કમાં હતા તેમની પણ તપાસ હાથ ધરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત