Homeદે ઘુમા કેરૈનાએ ‘હું પણ બ્રાહ્મણ…’ કહ્યું અને સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું

રૈનાએ ‘હું પણ બ્રાહ્મણ…’ કહ્યું અને સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું

Team Chabuk-Sports Desk: ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના પોતાના બ્રાહ્મણ હોવાના નિવેદનના કારણે ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશના રહેવાસી એવા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટરને, તમિલનાડુ પ્રીમિયર લીગની પાંચમી સિઝનમાં શરૂઆતના મેચમાં કોમેન્ટ્રી માટે બોલાવવામાં આવ્યા હતા. કોમેન્ટ્રીમાં એક સવાલના જવાબમાં સુરૈશ રૈનાએ ખૂદને બ્રાહ્મણ કહ્યા હતા જેના કારણે સોશિયલ મીડિયા પર વિરોધી ફૂટી નીકળ્યો હતો અને રૈના યુઝર્સના નિશાના પર આવી ગયો હતો.

મેચ ચાલુ હતો એ દરમ્યાન કોમેન્ટેટરે રૈનાને પૂછ્યું હતું કે, ‘તમે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી?’ જેના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે હું પણ બ્રાહ્મણ છું. હું 2004ની સાલથી ચૈન્નઈમાંથી રમી રહ્યો છું. મને ચૈન્નઈની સંસ્કૃતિ ખૂબ જ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરૂદ્ધ શ્રીકાંતની સાથે રમી ચૂક્યો છું. સુબ્રમણ્ય બદ્રીનાથ અને એલ બાલાજીની સાથે પણ. હું ભાગ્યશાળી છું કે સીએસકે ટીમનો ભાગ બન્યો.’ જણાવી દઈએ કે સુરેશ રૈના વર્ષ 2008થી સીએસકે તરફથી રમે છે. વચ્ચે ચૈન્નઈની ટીમ પર લાગેલા બે વર્ષના પ્રતિબંધ સમયે રૈનાએ ગુજરાત લાયન્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું.

રૈનાએ ખૂદને બ્રાહ્મણ કહેતા સોશિયલ મીડિયાના યુઝર્સને એ પસંદ નહોતું આવ્યું. કોઈ યુઝરે લખ્યું હતું કે, સુરેશ રૈનાને શરમ આવવી જોઈએ, એમણે ચૈન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો અનુભવ નથી કર્યો. જોકે તમે ચૈન્નઈની ટીમ તરફથી વર્ષોથી રમી રહ્યા છો. આ સમગ્ર વિવાદમાં સુરેશ રૈનાને ભૂતપૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદનો ટેકો મળ્યો છે. ટ્રોલર્સને ખખડાવતા કિર્તી આઝાદે કહ્યું હતું કે, ‘હું પણ બ્રાહ્મણ કેવી આપત્તિ ભાઈ?’

જણાવી દઈએ કે રૈનાએ ભારત માટે 226 વનડેમાં 35.31ની એવરેજ સાથે 5615 રન બનાવ્યા છે. તેણે 5 સેન્ચુરી અને 36 હાફ સેન્ચુરી ફટકારી છે. ટી ટ્વેન્ટીમાં રૈનાએ 66 ઈનિંગમાં 29.18ની એવરેજ સાથે 1605 રન કર્યા છે. રૈનાના નામે ટી ટ્વેન્ટીમાં એક સેન્ચુરી પણ બોલે છે. 18 ટેસ્ટ મેચ રમી ચૂકેલા રૈનાએ એક સેન્ચુરી ફટકારી 768 રન કર્યા છે. આ સિવાય આઈપીએલના 200 મેચમાં 5491 રન બનાવ્યા છે. રૈનાએ ધોનીની સાથે ગત વર્ષે જ ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્તિ લીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments