Homeગામનાં ચોરેસોનિયા ગાંધીએ આવતીકાલે કોંગ્રેસના કાર્યકરોને આ કામ કરવાની ના પાડી દીધી

સોનિયા ગાંધીએ આવતીકાલે કોંગ્રેસના કાર્યકરોને આ કામ કરવાની ના પાડી દીધી

આવતીકાલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. જો કે, તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી નથી કરવાના. દેશમાં ચાલી રહેલાં કૃષિ આંદોલન અને કોરોના વોરિયર્સની સ્થિતિને ધ્યાને રાખીને તેમણે જન્મદિવસ ન ઉજવવાનું નક્કી કર્યું છે.

સોનિયા ગાંધી દર વર્ષે 9 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ તેમનો 74મો જન્મદિવસ છે. સોનિયા ગાંધીએ જાહેરાત કરી છે કે, તેઓ જન્મદિવસની ઉજવણી નહીં કરે. સાથે જ કાર્યકર્તાઓને પણ સુનિશ્ચિત કરતા કહ્યું છે કે, તેમનો જન્મદિવસ ક્યાંય ન ઉજવવામાં આવે. સાથે જ એવું પણ કહ્યું છે કે, કાર્યકર્તાઓ ખેડૂતોની મદદ કરે જેઓ હાલ આંદોલન માટે રસ્તા પર છે.

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. આજે ખેડૂતો દ્વારા ‘ભારત બંધ’ આહવાન કરાયું છે. સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધના નિર્ણયને કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ સમર્થન આપ્યું છે.

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કુલ 20થી વધુ પાર્ટીઓએ બંધને સમર્થન આપ્યું છે. તો ખેડૂતો સ્વયંભૂ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા 13 દિવસથી દિલ્લી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો છે.

દેશ હાલ કોરોના સામે પણ ઝઝુમી રહ્યો છે. કોરોનાના કેસ દેશમાં થોડા ઓછા થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ જન્મદિવસ ઉજવે તો ભીડ થઈ શકે છે. આવા સમયે જન્મદિવસની ઉજવણી ન થાય એ જ યોગ્ય છે.

સોમવારે દેશમાં એક દિવસમાં 26 હજાર 567 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 385 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. છેલ્લા 5 દિવસમાં આ સંક્રમિતોનો સૌથી ઓછો આંકડો છે. ભારતમાં એક્ટીવ કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં 3 લાખ 83 હજાર 800થી વધુ એક્ટીવ કેસ છે. મહારાષ્ટ્ર, દિલ્લી અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

ગુજરાતમાં પણ કોરોના કેસનો આંકડો ઘટી રહ્યો છે. સોમવારે એક દિવસમાં કોરોનાના 1 હજાર 380 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એકલા અમદાવાદમાં કોરોનાના 306 કેસ પોઝિટિવ આવ્યા હતા અને 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments