અત્યારે ડબ્બુ રત્નાની છે. ગૌતમ રાજાધ્યક્ષ એ પહેલા હતા. શાહરૂખ ખાનનો આપ કી અદાલતમાં પ્રથમ ઈન્ટરવ્યૂ લેવાયો ત્યારે તેઓ જજની ભૂમિકામાં હતા. આ વ્યક્તિ 90ના દાયકાના બોલિવુડ સ્ટાર્સની તસવીરો ખેંચવા માટે જગમશહૂર રહ્યા. અગાઊ કેટલીક અંગ્રેજી વેબસાઈટોએ તેમણે પાડેલી તસવીરોના કલેક્શનની સ્ટોરી કરેલી. આ સ્ટોરી તેનાથી અલગ પડે છે. ઈન્ટરનેટની દુનિયાના અંધારિયા કૂવામાં અંદર સુધી જઈ આ તસવીરો ચાબુકે શોધી છે. કેટલાક ફોટોગ્રાફની તો સાઈઝ પણ ઓછી છે. ફોટોગ્રાફી સિવાય તેમણે બેખૂદી, અંજામ અને સખી ફિલ્મનો સ્ક્રિનપ્લે પણ લખ્યો હતો. 2001માં આવેલી કભી ખૂશી કભી ગમ ફિલ્મ સુધી તેમણે સ્ટીલ ફોટોગ્રાફી પણ કરી હતી.

સલમાન ખાને બીવી હો તો ઐસીથી ડેબ્યુ કર્યું. પ્રથમ સફળ ફિલ્મ મૈને પ્યાર કિયા અને પછી હિટ-ફ્લોપના અવિરત સિલસિલા વચ્ચે આવી ગઈ ગૌતમે પાડેલી આ તસવીર. સલમાને કદાચ અહીં જ તેની સર્વશ્રેષ્ઠ એક્ટિંગ કરી છે !

90માં સચિનનો પણ જમાનો હતો. ક્રિકેટપ્રેમીઓ પોતાના રૂમમાં આ તસવીર ચોંટાડી રાખતા હતા. એ તસવીર ગૌતમ રાજાધ્યક્ષે પાડી હતી તેવી તો કોઈને ખબર નહોતી. કેટલાક સામાયિકોની વચ્ચે તસવીર ફ્રી ઓફ આવી જતી હતી.

ફોટોગ્રાફરની નજરે ચિત્રકાર. કબૂતરોની વચ્ચે એમ.એફ.હુસૈન.

ડુપ્લિકેટ ફિલ્મ બાદ ખેંચવામાં આવેલો ફોટો હોય તેવું લાગે છે. શાહરૂખનો આ લૂક બાદશાહ અને ડુપ્લિકેટ ફિલ્મમાં જ હતો. 2000ની સાલ આવતા આવતા ચહેરો ફેર એન્ડ હેન્ડસમથી ગોરો થતો ગયો. પણ ઓલ્ડ ઈઝ ગોલ્ડ.

90ની દીપિકા પાદુકોણ રાની મુખર્જી.

સુંદરતા અને અભિનયની મૂર્તિ સ્મિતા પાટીલ. તસવીર તો ગૌતમે જ પાડેલી છે. પણ સ્મિતા અચાનક આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. ગૌતમની આ તસવીર એ વાતની યાદ અપાવી જાય છે કે, એ હોત તો વધારે તસવીરો પાડેત. હવે નથી તો આલ્બમમાંથી જ ફરી એક વખત પાડી લઉં!!!

રણબીર કપૂર અભિનિત અને રાજકુમાર હિરાણી દિગ્દર્શિત ફિલ્મ સંજુમાં એક સીન છે. જ્યાં રણબીર બોટ પર સિગરેટના કસ લઈ ચાલતો નજર આવે છે. એ દૃશ્ય અદ્દલ સંજય દત્ત જ હોય તેવી યાદ અપાવી જાય. ક્યાંક તેની પ્રેરણા આ બોટ તો નથી ને? જ્યાં ગૌતમે રિયલ સંજુની તસવીર પાડેલી.

એક પરફેક્ટ ભારતીય નારીના સ્વાંગમાં અભિનેત્રી નૂતન

90માં પાવર કપલ તરીકે પ્રખ્યાત થયેલા અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલ.

સાગર ફિલ્મ સુધી તો આપણી સામે દુબળો પાતળો કમલ હસન હતો. હિન્દી સિનેમા છોડી તેણે ફક્ત સાઉથની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બોડી બનાવી. અભિનયની ધાર વધારે કાઢી અને પછી આવો લૂક સામે આવ્યો.

આ તસવીર ગૌતમ રાજાધ્યક્ષે લીધી છે. એ કહેવાની ક્યાં જરૂર છે ? શબાના આઝમીએ જો શેર ન કરી હોત તો મળેત પણ નહીં. અમિતાભને અમિતાભ બનાવનારા સલીમ જાવેદમાંથી એક જાવેદ અખ્તર.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત