Team Chabuk National Desk : આ દુનિયાની સૌથી મોટી રમૂજ એ છે કે કોઈ લેખકનું પુસ્તક હાથમાં લઈ જે તે વ્યક્તિ પ્રમોટ કરે તેનો અર્થ એ નથી થઈ જતો કે પ્રમોટ કરનારાનો પણ લેખકના એ પુસ્તકમાં બે ચાર લાઈન લખવા પૂરતો ફાળો છે. એવી રીતે જે તે વ્યક્તિ કોઈ પ્રોડક્ટનો બ્રાડ એમ્બેસેડર હોય તો એનો અર્થ એ નથી થઈ જતો કે તે એ પ્રોડક્ટનો ઉપયોગ કરતો હોય. ગોરા ઋત્વિક રોશનને ફેર એન્ડ હેન્ડસમ લગાવીને હજુ કેટલુંક ગોરું થાવું છે!!! પણ હવે સોશિયલ મીડિયા તો લગામ વિનાનો ઘોડો છે. એ ગમે તેના ખેતરમાં ઘુસીને ચરી આવે અને બીજાને બોલાવી આવે પણ ખરો.
વાત થાય છે સૌરવ ગાંગુલીની. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને આઈસીસીના અધ્યક્ષને હાર્ટ અટેક આવ્યો. હવે તે સ્વસ્થ છે. હાર્ટ અટેક આવ્યા બાદ ગાંગુલીની એક એડ વાઈરલ થઈ ગઈ. કોઈને ખબર નહોતી કે ગાંગુલીએ જે એડ કરી છે તે કંપની અદાણીની છે. આ તો મીમદેવોનો બહુમૂલ્ય ફાળો ગણવો રહ્યો કે અદાણી ફોર્ચ્યુનના માલિક છે તેની વાત ખબર પડી ગઈ.
હવે અદાણીની કંપની અદાણી વિલ્મારે તેના ફોર્ચ્યુન રાઈસ બ્રાન કુકિંગ ઓઈલ કંપનીની જાહેર ખબરને વધારે વધારે પ્રસરતી અટકાવી દીધી છે. જાહેરાતના બ્રાંડ એમ્બેસેડર તો સૌરવ ગાંગુલી જ હતા.
સૌરવ ગાંગુલીએ છાતીની એન્જીયોપ્લાસ્ટિ કરાવી એ પછી સોશિયલ મીડિયા પર અદાણીના વિજ્ઞાપનની ભારે મજાક ઉડી રહી છે. ચકલી ઉડે ફરરર કરતા પણ વધારે. જેથી તેને તાત્કાલિક હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
હાલ બ્રાંડની ક્રિએટીવ એજન્સી Ogilvy & Mather આ સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે અને નવા કેમ્પેઈન પર કામ કરી રહી છે. ગાંગુલીને ગત્ત વર્ષે ફોર્ચ્યુન રાઈસ બ્રાન ઓઈલનો બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. લોકડાઉનમાં ગાંગુલીની જાહેરખબર હ્રદયની સારસંભાળ રાખવાની વાત કરતી હતી. ત્યારે કોઈએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે જેના હાથમાં તેલનો ડબ્બો છે તેને જ અટેક આવશે. ઈકોનોમી ટાઈમ્સે એક ખબર છાપી છે. જે અહેવાલના આધારે કંપનીએ પોતાના મોટાભાગના પ્લેટફોર્મ પરથી જાહેરખબર હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.
શનિવારે હ્રદયરોગનો હુમલો આવ્યા પછી લોકો દાદાના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા હતા. એ કામના ફળીભૂત પણ થઈ અને દાદા સ્વસ્થ થયા. જેવા દાદા સ્વસ્થ થયા કે લોકો ફોર્ચ્યુની કંપની પર તૂટી પડ્યા. બ્રાડ પર સવાલો ઉઠાવવા લાગ્યા. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા હતા કે અદાણી વિલ્મર તેલનું આયાત કરે છે. અને ખબર નહીં સેલિબ્રિટીઓ જે વિજ્ઞાપનનો પ્રચાર કરે છે તેનો પોતે પણ ઉપયોગ કરે છે કે નહીં.
Should you trust Adani's Fortune ? pic.twitter.com/mRc5x4yraA
— Pankaj Jain (@pj77in) January 2, 2021
So Fortune Rice Bran oil doesn’t work pic.twitter.com/7NiBK7AK2R
— Cloudy Fakeeri (@fixyadope) January 3, 2021
Sourav Ganguly, down with mild cardiac arrest was the brand ambassador for Fortune Rice Bran Oil. It is an Adani Wilmar Product. He was advertising it.
— Fluffy 🧸 Panther (@Pantherpid166) January 3, 2021
Normally those who advertise a product hardly ever use that product but then who knows what Mrs. Ganguly was using?
There…fixed it pic.twitter.com/BflqqnmIoF
— Ujval Nanavati (@cynical_ujval) January 3, 2021
Will be interesting to see how #Fortune oil brand will now use their ambassador Sourav Ganguly given that their original brand proposition has fallen flat in the wake of Ganguly's heart ailment. Ideally, they should drop him.
— Bourbon Naxal (@ParryRamMe) January 3, 2021
Sourav Ganguly suffered a heart attack yesterday.
— ProG (@ProG44507961) January 3, 2021
He promotes the Fortune brand owned by Adani.
Any correlation between the two is a figment of a dirty antinational mind!! pic.twitter.com/hj7ZeaISaP
Remembering the ad, “40 ke ho gye to kya jeena chhod doge”, I wonder the condition of the brand manager of Fortune Rice Bran Oil. Get well soon dada! @SGanguly99 #Dada #Ganguly
— abhinav pathak ⏳📚 (@abhinavdiaries) January 2, 2021
Link of Ad:https://t.co/KC0Gxt3AoZ
Dada @SGanguly99 get well soon. Always promote tested and tried products. Be Self conscious and careful. God bless.#SouravGanguly pic.twitter.com/pB9oUtTh0r
— Kirti Azad (@KirtiAzaad) January 3, 2021
પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદે પણ ટ્વીટર પર સૌરવ ગાંગુલીના જલ્દીથી સ્વસ્થ થઈ જવાની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ ફોર્ચ્યુન બ્રાન્ડની આલોચના પણ કરી હતી. ટ્વીટર પર તેમણે લખ્યું કે, દાદા તમે જલદી જ સ્વસ્થ થઈ જાઓ અને હંમેશાં તપાસ કરેલા પ્રોડક્ટને જ પ્રમોટ કરો. સચેત રહો અને સાવધાન રહો. ઈશ્વરની કૃપા બનેલી રહે.
સોમવારે કોલકત્તાના વુડલેન્ડ હોસ્પિટલ દ્વારા નિવેદન પસાર કરવામાં આવ્યું અને ગાંગુલીના સ્વાસ્થ્યની માહિતી સામે રાખવામાં આવી હતી. હોસ્પિટલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ગાંગુલીની હ્રદયની નસોમાં બ્લોકેજ માટે વધારે એન્જીયોપ્લાસ્ટી નહીં કરવામાં આવે કારણ કે તેઓ પહેલાથી ઘણા જ સ્વસ્થ છે.
I just hope Sourav Ganguly doesn’t see this. He will refuse to get well pic.twitter.com/vKJ8owkPS6
— Joy (@Joydas) January 4, 2021
2 જાન્યુઆરીના રોજ જીમમાં કસરત કરતા સમયે ગાંગુલીની તબિયત બગડી હતી જે પછી તેમને પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં 48 વર્ષીય સૌરવ ગાંગુલીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. કલકત્તાના વુડલેન્ડ હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ડો. આફતાબ ખાને જણાવ્યું કે, સૌરવ ગાંગુલીની એન્જીયોપ્લાસ્ટી થઈ છે.
Adani Wilmar has halted all advertisements of its Fortune Rice Bran cooking oil featuring Sourav Ganguly who suffered a heart attack on Saturday even as social media users ridiculed the campaign that promoted heart healthhttps://t.co/kmFi3fZE9D
— I P Singh (@ipsinghTOI) January 4, 2021
“Some people wanted to use Ganguly politically. That probably exerted pressure on him. He is not a political element. He should be known as Sourav the sporting icon,”https://t.co/7qSGtIlGLp
— Circle of Cricket (@circleofcricket) January 4, 2021
Adani Wilmar અદાણી વિલ્મર એ ગૌતમ અદાણીની કંપની છે. સોયાબીન, સરસો, રાઈસ બ્રાન અને મગફળીનું તેલ વેચવા સિવાય Alife બ્રાંડથી સાબુ અને સેનિટાઈઝર પણ વેચે છે. ઈન્ડસ્ટ્રીના આંકડાઓ પ્રમાણે 12 લાખ ટનના બ્રાંડેડ રાઈસ બ્રાન ઓયર માર્કેટમાં ફોર્ચ્યુન નંબર વન સ્થાન પર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત