Homeગામનાં ચોરેબર્ડ ફ્લુ : કયા પક્ષીઓથી માણસોએ દૂર રહેવું ?

બર્ડ ફ્લુ : કયા પક્ષીઓથી માણસોએ દૂર રહેવું ?

Team Chabuk-National Desk : કોરોના બાદ હવે ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લુ ફેલાયો છે. જેના કારણે દેશના ઘણા રાજ્યો એલર્ટ મોડ પર આવી ગાય છે. તો જે રાજ્યોમાં હજુ સુધી પક્ષીઓના મરવાની કે બર્ડ ફ્લુના કેસની કોઈ ઘટના સામે નથી આવી ત્યાં પણ સરકાર અગમચેતીના પગલાં ભરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળ સહિતના ઘણા રાજ્યોમાં પક્ષીઓના મરવાની ખબરો સામે આવી રહી છે.

સેમ્પલ લેવામાં આવ્યા તેમાં બર્ડ ફ્લુની પુષ્ટી પણ કરવામાં આવી છે. હવે સવાલ એ ઉઠે છે કે સરકાર શું પગલાં ભરશે ? શું એવા પક્ષીઓને મારવાનો આદેશ જાહેર કરવામાં આવશે જેનાથી મનુષ્યજાતિને ખતરો હોય અથવા તો તેની આસપાસના માણસની ઉપર ખતરો મંડરાતો હોય ? કારણ કે માણસોને બચાવવા માટે પક્ષીઓને મારવા જરૂરી છે. જેને માણસો કોઈ પણ રીતે ખાઈ છે અથવા તો પાળે છે. હવે જાણીએ કે બર્ડ ફ્લુ જેવી બીમારીમાં શા માટે પક્ષીઓનું કાસળ કાઢી નાખવામાં આવે છે.

ત્રણ તબક્કાઓ

બર્ડફ્લુથી બચવાના ત્રણ તબક્કા છે. ત્રણે તબક્કાને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રથમ ચરણ પ્રી-પેનેડેમિક હોય છે. એટલે કે મહામારી પહેલાનું ચરણ. જેમાં મનુષ્યોને બીમાર પડતા બચાવવાના હોય છે. આ તબક્કામાં જ પક્ષીઓને મારવાનો સમાવેશ થાય છે. જે પછી અર્લી મોર્નિંગ સિસ્ટમને મજબૂત કરવામાં આવે છે. બીજા તબક્કામાં સંક્રમણ વધે નહીં આ માટે વાઈરસને રોકવાનું કામ થાય છે.  ત્રીજા તબક્કામાં મહામારી ઘોષિત કરી દેવામાં આવે છે.

કયા પક્ષીઓને મારવામાં આવે?

બર્ડ ફ્લુ દરમિયાન પક્ષીઓને મારવું તેને અંગ્રેજીમાં Culling કહેવામાં આવે છે. આ પક્ષીઓને એટલા માટે મારવામાં આવે છે કારણ કે તેનો ભોજનમાં ઉપયોગ લેવામાં આવતો હોય છે. અથવા તો એવા પક્ષીઓને મારવામાં આવે છે જેનો માણસ સાથે સીધો સંપર્ક હોય છે. ઉદાહરણ તરીકે: કાગડા, બતક, કબુતર.. આ તમામ પક્ષીઓ સામાન્ય રીતે પ્રવાસન સ્થળ પર અથવા તો આસપાસના વિસ્તારમાંથી જ મળી જાય છે. બીજી બાજુ ચિકન એટલે કે મુરઘી ભોજનમાં લેવામાં આવે છે. આ પક્ષીમાં બર્ડ ફ્લુના લક્ષણ દેખાય કે તેના પર સરકાર તુરંત જ કલિંગનો નિયમ બનાવે છે. સ્થિતિ વધારે ગંભીર થતી દેખાય તો પક્ષીઓને મારવાનો આદેશ આપી દેવામાં આવે છે.

પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવે છે

જ્યારે પણ કોઈ પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓને મારવામાં આવે છે તો તેમની ચારે બાજુ 1થી 5 કિલોમીટર સુધીના ઘેરાવાને પ્રતિબંધિત વિસ્તાર તરીકે ઘોષિત કરી દેવામાં આવે છે. આ વિસ્તાર રક્ષિત રાખવામાં આવે છે. જેથી આસપાસ કોઈ પણ વ્યક્તિ ફરકે નહીં. બેથી દસ કિલોમીટર સુધીના વિસ્તારને બફર ઝોન ઘોષિત કરવામાં આવે છે. એટલે કે જો આ વિસ્તારની આસપાસ બીમારી ફેલાય છે તો તેને પ્રતિબંધિત ઘોષિત કરી બફર વિસ્તારમાં વધારો કરવામાં આવે છે. વાઈરસને રોકવા માટે વર્ષ 2004 અને 2005માં આ પ્રકારે જ વિશ્વભરમાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

ફક્ત રશિયામાં 10 કરોડનો નાશ

2004 અને 2005ની વચ્ચે H5N1 બર્ડ ફ્લુ વાઈરસને રોકવા માટે માત્ર રશિયામાં જ 10 કરોડ મુરઘીઓ મારવામાં આવી હતી. આ કારણે એ ખેડૂતોને મહત્તમ નુકસાન થયું હતું જેમની રોજગારી મુરઘીઓ પર જ આધારિત હતી. ફૂડ એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યુનાઈટેડ નેશન્સ (FAO)ના નિયમો અનુસાર જો બર્ડ ફ્લુ અથવા એવિયન ઈન્ફ્લુએન્ઝા ફેલાવાની આશંકા છે તો પક્ષીઓને મારવું એ કાનુની દાયરામાં આવે છે. જોકે વર્ષ 2003 અને 2004માં વિયેટનામમાં ખેડૂતોએ પોતાની મુરઘીઓને મારવાની મનાઈ કરી દીદી હતી. જેથી ત્યાં નવા કાયદા બનાવવા પડ્યા હતા.

પણ બચી શકાતું નથી

કેટલાક નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે પક્ષીઓને મારવાથી બર્ડ ફ્લુથી બચી નથી શકાતું. આ બચવાની એક અપ્રભાવશાળી પદ્ધતિ છે. એ ક્ષણિક સમય માટે ભલે મનુષ્યને બચાવી લે પણ લાંબા સમય સુધી પક્ષીઓને મારવું એ યોગ્ય નથી. HPAI (Highly Pathogenic Avian Influenza) ને રોકવા માટેના અન્ય ઉપાયો પણ છે. જો પક્ષીઓને મારવા જ છે તો યોગ્ય જગ્યાની પસંદગી કરવી પડશે. ખેડૂતોને પણ મુરઘીઓની જગ્યાએ આર્થિક મદદ કરવી પડશે. જેથી તેઓ રસ્તે રખડતા ન થઈ જાય.

પાંચ પરેશાન કરતા વાઈરસ

HPAI (Highly Pathogenic Avian Influenza) એટલે કે બર્ડ ફ્લુ અત્યાર સુધી દુનિયામાં ચાર વખત ફેલાઈ ચૂક્યો છે. ત્યાં સુધી કે 60થી વધારે દેશોમાં તો મહામારી તરીકે પણ ઘોષિત થઈ ચૂક્યો છે. એવિયન ઈન્ફ્લુએન્જા ઘણા પ્રકારના છે. જોકે પાંચ પ્રકારના વાઈરસ માનવને સંક્રમિત કરે છે. H5N1, H7N3, H7N7, H7N9 અને H9N2. બર્ડ ફ્લુ પક્ષીઓ દ્વારા માણસમાં પ્રવેશે છે. જેથી પક્ષીઓને સુરક્ષિત રખવા માટે અને માણસથી દૂર રાખવા માટે કેટલાય દેશોની સરકાર અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments