Team Chabuk-Sports Desk: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. બન્ને દેશના PMની હાજરીમાં ટૉસ થયો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. ટીમમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે.
આ મેચ બંને ટીમ માટે ઘણી મહત્વની છે. ભારત સિરીઝમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ જીતવા પર ટીમ સિરીઝ પણ જીતશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ કરશે.બીજી તરફ જો ઓસ્ટ્રેલિયા છેલ્લી ટેસ્ટ જીતે તો સિરીઝ 2-2થી બરાબર થઈ જશે. આવી સ્થિતિમાં, ટ્રોફી ભારત પાસે રહેશે, કારણ કે ભારતે 2020-21માં છેલ્લી ટેસ્ટ સિરીઝ જીતી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયા 20 વર્ષમાં પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ડ્રો કરી શકશે. છેલ્લી વખત 2003માં ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી.
રોહિત શર્મા સિરીઝનો ટોપ સ્કોરર છે, તેમણે 3 મેચમાં સૌથી વધુ 207 રન બનાવ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત પ્રથમ વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહ્યું છે.
3 મેચની બંને ટીમના સ્પિનરોની છે. જ્યારે ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને તરખાટ મચાવ્યો છે., જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન અસરકારક રહ્યા હતા. 3 મેચમાં 21 વિકેટ સાથે જાડેજા સિરીઝના ટોપ વિકેટ લેનાર બોલર પણ છે.
A special welcome & special handshakes! 👏
— BCCI (@BCCI) March 9, 2023
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese meet #TeamIndia & Australia respectively. @narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS pic.twitter.com/kFZsEO1H12
પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભારત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.
પ્લેઈંગ-11
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત