Homeવિશેષખાસ તમારા માટે, માર્ચમાં જ પતાવી લેજો આ 5 કામ, લાગી શકે...

ખાસ તમારા માટે, માર્ચમાં જ પતાવી લેજો આ 5 કામ, લાગી શકે છે મોટો દંડ

Team Chabuk-Special Desk: જો તમે 31 માર્ચ પહેલા આ 5 કામ નહી કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. પીએમ વય વંદના યોજનાથી લઈને પાન આધાર લિંક સુધી ઘણા મહત્વપૂર્ણ કામ છે. જે તમારે 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા પડશે. જો તમે આ કામ નહી કરો તો તમને દંડ થઈ શકે છે. કારણ કે માર્ચ મહિનો આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વનો છે અને આ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો છે.

જો તમે પાન-આધાર લિંક, પીએમ વય વંદના યોજના, ટેક્સ પ્લાનિંગ નથી કર્યું તો તમને ભારે દંડના રૂપમાં મોટું નુકસાન થઈ શકે છે. જણાવી દઈએ કે 31 માર્ચ 2023 ના રોજ કયા નાણાકીય કામની સમય મર્યાદા સમાપ્ત થઈ રહી છે.

એસબીઆઈ સ્કીમમાં રોકાણ

જો તમે એસબીઆઈની નવી એફડી સ્કીમ અમૃત કલશ યોજનામાં રોકાણ કરી વધુ વ્યાજનો લાભ લેવા માગો છો તો તમારી પાસે 31 માર્ચ સુધી તક છે. એસબીઆઈની આ સ્કીમમાં તમને 7.6 ટકાના દરે વ્યાજ મળશે. SBIની આ સ્કીમમાં તમે માત્ર 400 દિવસનું રોકાણ કરીને સારું વળતર મેળવી શકો છો.

પાનને આધાર સાથે લિંક કરો

પાનને આધાર સાથે લિંક કરવા માટે તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. તેના માટે તમારે લેટ ફી ચૂકવવી પડશે, પરંતુ તમે તેને 31મી સુધીમાં લિંક નહી કરો તો તમે ઈન્કમટેક્સ નહી ભરી શકો. કારણ કે તમારો પાન નંબર 1 એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે.

પીએમ વય વંદના યોજના

જો તમે સરકારી યોજના પીએમ વય વંદના યોજનામાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે છેલ્લી તક છે. આ યોજના સીનિયર સિટીજન માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં સરકાર તરફથી પેન્શન મળે છે. તમે આ સરકારી યોજનામાં 31 માર્ચ 2023 સુધી જ રોકાણ કરી શકો છો. હાલ સરકારે આ યોજના ચાલુ રાખવા માટે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

ટેક્સ પ્લાનિંગની છેલ્લી તક

જો તમે આ નાણાકીય વર્ષમાં ટેક્સ બચાવવા માંગો છો તો તમારી પાસે 31મી સુધી છેલ્લી તક છે. આ પછી તમે કોઈપણ ટેક્સ બચત યોજનામાં રોકાણ કરીને કપાતનો લાભ લઈ શકશો નહીં. આ માટે તમે પીપીએફ, એનપીએસ, સુકન્યા સમૃદ્ધિ જેવી ઘણી યોજનાઓમાં સમય રહેતા પૈસા રોકી શકો છો. આ પછી તમે આ નાણાકીય વર્ષ માટે ટેક્સ છૂટનો લાભ લઈ શકશો નહીં.

મ્યુચ્યુઅલ ફંડ યોજના

જો તમે અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નોમિનેશન નથી કરાવ્યું તો તમારે આ કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવું જોઈએ. ફંડ હાઉસે તમામ રોકાણકારોને તેને અપડેટ કરવા કહ્યું છે. જો તમે નોમિનેશન નહીં કરો તો તમારો મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો ફ્રીઝ કરી દેવામાં આવશે, જેથી તમે આ કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરી લો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments