Homeદે ઘુમા કેછેલ્લી ઓવરમાં 35 રનની હતી જરૂર, આ ખેલાડીએ ફટકારી દીધી 6 સિક્સ

છેલ્લી ઓવરમાં 35 રનની હતી જરૂર, આ ખેલાડીએ ફટકારી દીધી 6 સિક્સ

Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે 6 બોલમાં 6 સિક્સ ફટકારી હતી તે કોણ ભૂલી શકે ?  યુવરાજ સિંહે 2007માં ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ આ કારનામુ કર્યું હતું. યુવરાજસિંહ ઉપરાંત કેટલાય અન્ય ખેલાડીઓ પણ આ કારનામું કરી ચુક્યા છે. આ યાદીમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે. આર્યાલેન્ડના જૉન ગ્લાસે એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારી આ ખેલાડીઓની હરોળમાં સ્થાન મેળવી લીધું છે.

આર્યાલેન્ડના જૉન ગ્લાસે લોકલ ટૂર્નામેન્ટમાં એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. 21 વર્ષના આ યુવા બેટ્સમેને લગાન વૈલી સ્ટીલ્સ ટી-20 ટ્રોફીના ફાઈનલમાં આ કમાલ કરી. ગ્લાસે છેલ્લી ઓવરમાં જ આક્રમક બેટિંગ કરી અશક્ય લાગતા લક્ષ્ય સુધી પહોંચી ટીમને પણ જીતનો સ્વાદ ચખાડ્યો હતો.

જૉન ગ્લાસે 87 રન ફટકાર્યા

છેલ્લી ઓવરમાં 6 છગ્ગા ફટકારનારા જૉન ગ્લાસે આ મેચમાં અણનમ 87 રનની ઈનિંગ રમી હતી. તેણે પ્રથમ 33 બોલ પર પોતાની અર્ધસદી પુરી કરી હતી. પહેલાં બેટિંગ કરતાં વિરોધી ટીમ ક્રેગાધોની ટીમે 7 વિકેટે 147 રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરમાં 35 રનની જરૂર હતી

જવાબમાં ગ્લાસની બાલીમેના ટીમે 7 વિકેટ ગુમાવી લક્ષ્ય મેળવી લીધું હતું. જૉન ગ્લાસની ટીમ બાલીમેનાને છેલ્લી ઓવરમાં 35 રનની જરૂર હતી. ગ્લાસની ટીમે હાર સ્વીકારી લીધી હતી. જો કે, ગ્લાસનું મન મક્કમ હતું. ટીમના અન્ય ખેલાડીઓ નિરાશ થઈને બેઠા હતા. ત્યારે ગ્લાસે પ્રથમ બે બોલમાં બે સિક્સ ફટકારતા ટીમનો જુસ્સો વધી ગયો હતો. ત્યારબાદ જોન ગ્લાસે અન્ય ચાર બોલને પણ બાઉન્ડ્રી બહાર મોકલ્યા હતા અને ટીમને ચેમ્પિયન બનાવી હતી.

જૉન ગ્લાસના ભાઈની હેટ્રીક

આ મેચમાં જૉન ગ્લાસના મોટા ભાઈ સૈમ ગ્લાસે પણ એક સિદ્ધી હાંસલ કરી હતી. સૈમે મેચમાં હેટ્રીક ઝડપી હતી. તેણે 5 રન આપી એક જ ઓવરમાં વિરોધી ટીમના ત્રણ ખેલાડીઓને પવેલિયનનો રસ્તો દર્શાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments