Homeગામનાં ચોરેવડાપ્રધાને જે MCH વિંગનું ઉદ્ઘાટન કર્યું હતું તેની ફોલ્સ સીલિંગ 24 કલાકની...

વડાપ્રધાને જે MCH વિંગનું ઉદ્ઘાટન કર્યું હતું તેની ફોલ્સ સીલિંગ 24 કલાકની અંદર જ પડી ગઈ

Team Chabuk-National Desk: લગભગ 45 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી બીએચયુ (BHU) હોસ્પિટલની એમસીએચ (MCH) વિંગ એટલે કે માતા-શિશુ કેન્દ્ર જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કર્યું હતું. વડાપ્રધાને પોતાની 1583 કરોડની પરિયોજનાઓમાં પણ આ વિંગનો સમાવેશ કર્યો હતો. વડાપ્રધાને આ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે ત્રીજી લહેર અંગેની જાગૃતિ લાવવાના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. હવે બન્યું છે એવું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના 24 કલાકની અંદર જ માતા-શિશુ વિંગના એક ભાગમાંથી ફોલ્સ સીલિંગ (False ceiling) ધરાશાયી થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશની બીએચયુ હોસ્પિટલના એમસીએચ વિંગના એક ભાગની ફોલ્સ સીલિંગનો ભાગ પડીથી હડકંપ મચી ગયો છે. પરંતુ હોસ્પિટલના અધ્યક્ષ આવી કોઈ ઘટના બની ન હોવાનું રટણ કરીને ઘટના પર પડદો પાડી દેવામાં માગે છે. હોસ્પિટલના અધ્યક્ષ કહી રહ્યા છે કે અહીંયા બાકી રહી ગયેલું કામ પૂરું કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જુલાઈના રોજ પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને 1583 કરોડના ખર્ચે બનેલા કૂલ 284 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી બનેલા પ્રોજેક્ટને પણ વડાપ્રધાને નિહાળ્યા હતા. આ પ્રોજેક્ટમાં એક રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર અને બીજી બીએચયુ હોસ્પિટલની એમસીએચ એટલે કે માતા-શિશુ કેન્દ્ર હતું. આ એમસીએચ વિંગ 45 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના 24 કલાકમાં જ એમસીએચ વિંગના એક ભાગની ફોલ્સ સીલિંગ નીચે પડી ગઈ છે. આ ઘટના બાદ સીલિંગના કામ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા ત્રીજી લહેરને લઈને ડોક્ટરોને સંબોધિત પણ કર્યા હતા. એ જ બિલ્ડિંગના ઓપીડીની ફોલ્સ સીલિંગ પડી જવાના સમાચાર વડાપ્રધાનના કાર્યક્રમના 24 કલાકની અંદર જ સામે આવતા હડકંપ મચી ગયો છે.

હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોલ એરિયામાં હતો, જ્યારે નવનિર્મિત બિલ્ડિંગની ફોલ્સ સીલિંગ પડવાની ઘટના ઓપીડી વિભાગમાં બની છે. જો કે ઘટના બાદ આ બિલ્ડિંગમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગત રાત્રે જે ભાગ પડી ગયો હતો તેનું સમારકામ પણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે બીએચયુ હોસ્પિટલના અધીક્ષક પ્રોફેસર કે.કે. ગુપ્તાએ જણાવ્યું કે ફોલ્સ સીલિંગ પડવાની કોઈ દુર્ઘટના બની નથી. પરંતુ અહીંયા બાકી રહી ગયેલું કામ પૂરું કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન ફોલ્સ સીલિંગ ખસી ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments