Homeદે ઘુમા કેક્રિકેટના મેદાનમાં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, ICCએ કરી આ મોટી જાહેરાત

ક્રિકેટના મેદાનમાં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, ICCએ કરી આ મોટી જાહેરાત

Team Chabuk-Sports Desk: ભારતમાં સૌથી પ્રિય રમત કોઈ હોય તો તે ક્રિકેટ છે. એટલે જ જ્યારે જ્યારે ભારતની મેચ હોય ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ ટીવીની સામે ગોઠવાઈ જાય છે. તેમાં પણ જો ભારતની મેચ પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે હોય તો આ સંખ્યા બમણી કરતાં પણ વધારે થઈ જાય છે. ચેનલની ટીઆરપી પણ આ જ કારણે વધી જાય છે. આગામી સયમાં પણ આવો જ કંઈક માહોલ સર્જાવવા જઈ રહ્યો છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલે 17 ઓક્ટોબરથી શરૂ થનારી 2021 ટી-20 વિશ્વ કપ માટે ગૃપની જાહેરાત કરી દીધી છે. ICCએ ટુર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગૃપમાં રાખ્યા છે. એવામાં બે વર્ષ પછી ફરી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આમને સામને ટકરાશે.

ICCએ ભારત અને પાકિસ્તાન બંનેને ગૃપ 2માં રાખ્યા છે. આ ઉપરાંત આ ગૃપમાં ન્યૂઝિલેન્ડ અને અફઘાનિસ્તાન અને બે ક્વાલિફાયર ટીમ હશે. 2021માં ટી-20 વિશ્વકપ ઓક્ટોબર-નવેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાડવામાં આવશે.

આ પહેલાં છેલ્લી વાર ભારત અને પાકિસ્તાનની ટીમ 2019માં વન-ડે વિશ્વ કપમાં ટકરાઈ હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પાકિસ્તાન અત્યાર સુધી વન ડે અને ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્યારેય પણ ભારત સામે જીતી શક્યુ નથી.

ગયા ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગૃપમાં રાખવામાં આવ્યા હતા. જો કે, ત્યારે ગૃપમાં આ બે ટીમ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ પણ હતા. ભારત અને પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સને ધ્યાનમાં રાખીને ICCએ ફરી એકવાર બંને ટીમને એક જ ગૃપમાં રાખ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 16 જૂન 2019માં ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ હીટમેન રોહિત શર્માએ પાકિસ્તાની બોલર્સની ખૂબ પીટાઈ કરી હતી. જો કે, પાકિસ્તાનની ઈનિંગ દરમિયાન વરસાદ વિધ્ન બન્યો હતો અને ભારતીય ટીમ ડક વર્થ લૂઈસ નિયમ પ્રમાણે 89 રનથી વિજેતા બની હતી.

રોહિત શર્માએ આ મેચમાં 113 બોલમાં 140 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિરાટ કોહલીએ 65 બોલમાં 77 અને કે.એલ.રાહુલે 78 હોલમાં 57 રનની ઈનિંગ રમી હતી.બીજી તરફ પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 212 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 62 રન ફખર ઝમાને બનાવ્યા હતા. આ ઉપરાંત બાબર આઝમે 48 અને ઈમાદ વસિમે અણનમ 46 રન બનાવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments