Team Chabuk-International Desk: ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 162 લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી સ્થાનિક ગવર્નર રિદવાન કામિલે આપી હતી. યુએસ જિયોલૉજિકલ સરવેના ડેટા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાવાના પશ્ચિમમાં સ્થિત સિયાંજુરમાં 10 કિલોમિટરની ઊંડાઈમાં સ્થિત છે.
ભૂકંપ આવ્યો તે ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને ભૂસ્ખલનનો પણ ખતરો રહે છે. આ વિસ્તારમાં નબળાં બાંધકામવાળા મકાનો તૂટી પડ્યાં હતાં. મૃતકોની સંખ્યા અંગે અલગઅલગ રિપોર્ટ આવી રહ્યા છે અને રાહતકાર્ય ચાલી રહ્યું હોવાને કારણે મૃતકોનો સાચો આંકડો જાણવો હજુ મુશ્કેલ છે.
આની પહેલાં 13 હજાર લોકોને ખસેડવા પડ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી અને 2,200 મકાનોને નુકસાન થયાં હોવાનું પણ સરકારી તંત્રે જણાવ્યું હતું.
માનવામાં આવી રહ્યું છે કે અનેક લોકો હજી ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે. તેમને બચાવવા માટે રાહતકર્મીઓ બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે તે ભૂસ્ખલનથી પ્રભાવિત ક્ષેત્ર છે અને અહીં મકાનોનું બાંધકામ પણ નબળું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત