Team Chabuk-Sports Desk: સૌરાષ્ટ્રનો વધુ એક ક્રિકેટર IPLમાં રમતો જોવા મળશે. IPL 2023 માટે રાજકોટના સમર્થ વ્યાસને સનરાઈઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને ચેતેશ્વર પુજારા બાદ સૌરાષ્ટ્રના વધુ એક ખેલાડી દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શક્તિપ્રદર્શન કરશે.
સમર્થ વ્યાસ સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિજય હજારે ટ્રોફીમાં સમર્થે 131 બોલમાં ડબલ સેન્ચ્યુરી ફટકારી હતી. જે વિજય હજારે ટ્રોફીના ઇતિહાસની માત્ર પાંચમી ડબલ સેન્ચુરી હતી. આ ઉપરાંત સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીમાં પણ સમર્થે 177ના સ્ટ્રાઈક્ રેટથી સૌરાષ્ટ્ર માટે 314 રન બનાવ્યા હતા.
સમર્થે જણાવ્યું કે ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદભાઈ પુજારા તેમના કોચ છે અને તેમની હેઠળ જ તે એક ક્રિકેટર તરીકે તૈયાર થયો છે. સૌરાષ્ટ્રની ટીમમાં ચેતેશ્વર પુજારાનો પણ તેમને સારો એવો સપોર્ટ રહ્યો છે.
સમર્થ સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોનીને પોતાના આદર્શ માને છે. સમર્થે જણાવ્યું હતું કે સચિન અને ધોનીને મળવું તેમનું સ્વપ્ન છે અને IPLના કારણે તેનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. હાલની ભારતીય ટીમમાં સમર્થ હાર્દિક પંડ્યા તેનો ફેવરિટ ખેલાડી છે. સમર્થએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમ માટે રમવું તેનું તેનું સપનું છે.
IPLમાં સમર્થની પસંદગી થતાં તેના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. સમર્થના પિતાએ જણાવ્યું હતું કે તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે.જ્યારે તેમના માતાએ જણાવ્યું હતું કે સમર્થએ અહીંયા પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે તેઓ સમર્થને ભારતની ટીમ તરફથી જોવા ઈચ્છે છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા