Homeદે ઘુમા કેT20 World Cup ZIM vs PAK: ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ પાકિસ્તાનનો...

T20 World Cup ZIM vs PAK: ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ પાકિસ્તાનનો આ ખેલાડી ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો, વીડિયો વાયરલ

Team Chabuk-Sports Desk: T20 World Cupનો ત્રીજો અપસેટ એટલે ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાનની ટીમનું હારવું. પાકિસ્તાને પોતાની હારને માંડ માંડ પચાવી છે. ટીમ હવે આગળની મેચ માટેની તૈયારી કરી રહી છે. જો કે, હવે જે દ્રશ્યો સામે આવ્યા છે તેનાથી પાકિસ્તાની ટીમ પર સૌને દયા આવી રહી છે.

ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ પાકિસ્તાની ટીમ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આવા સમયે પાકિસ્તાનના એક ખેલાડીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ધ્રૂસકે ધ્રૂસકે રડતો જોવા મળી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટના સભ્યો તેને શાંત પાડતા નજરે પડી રહ્યા છે.

આમ તો ઝિમ્બાબ્વે સામેની હારથી પાકિસ્તાનના તમામ ખેલાડીઓની આખ ભરાઈ આવી હતી. જો કે, ટીમનો વાઈસ કેપ્ટન શાદાબ ખાન ઘૂંટણીએ પડીને રડતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. સ્ટેડિયમમાં કોઈ દર્શકે આ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 11 સકન્ડના આ વીડિયોમાં શાદાબ ખાનની સ્થિતિ જોઈ શકાય છે. આ વીડિયો પર કોઈ શાદાબને આશ્વાસન આપી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે, જેવી કરણી તેવી ભરણી !

મહત્વનું છે કે, 130 રનના લક્ષ્યનો પીછો કરતી પાકિસ્તાની ટીમ ઝિમ્બાબ્વે સામે માત્ર એક રને હારી હતી. પાકિસ્તાનના ઓપનર્સ કંઈ ખાસ ઉકાળઈ શક્યા ન હતા જેને લઈને ટીમ પર પ્રેસર વધ્યું હતું. છેલ્લે સુધી એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાની ટીમ જીતી જશે જો કે, છેલ્લી ઓવરમાં સ્થિત બદલાઈ ગઈ.

મેચમાં પાકિસ્તાની ટીમ તરફથી બાબર અને રિઝવાનનો ફરી એકવાર ફ્લોપ શો રહ્યો. રિઝવાન 16 બોલ પર 1 છગ્ગો અને 1 ચોગ્ગાની મદદથી 14 રન ફટકારી શક્યો જ્યારે બાબરે 9 બોલ પર માત્ર 4 રન ફટકાર્યા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 44 રન શાન મસૂદે ફટકાર્યા જ્યારે નવાઝે 22 રનનું યોગદાન આપ્યું પરંતુ બંને ખેલાડી ટીમને જીત સુધી ન પહોંચાડી શક્યા. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી. ઉપરાંત બ્રેડ ઈવાંસે 2 મહત્વની વિકેટ પોતાના નામે કરી હતી.

આ તરફ ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન ક્રેગ ઈર્વિન 19 રન, વેસ્લે મધવેરે 17 રન, સીન વિલિયમ્સ 31 રન તેમજ સિકંદર રજાએ 9 રન ફટકાર્યા. ત્યારબાદ રેયાન બર્લ અને ઈવાંસે ઈનિંગ સંભાળી હતી અને ઈવાંસે 19 તેમજ રેયાને 10 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.પાકિસ્તાન તરફથી સૌથી વધુ મોહમ્મદ વસીમે 4 વિકેટ ઝડપી. જ્યારે શાદાબ ખાને ત્રણ વિકેટ ઝડપી. તો હારિસ રઉફે 4 ઓવરમાં એક મેઈડન ઓવર સાથે માત્ર 12 રન આપ્યા અને એક વિકેટ લીધી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments