Homeદે ઘુમા કેT20 World Cup 2022: પાકિસ્તાનને કારમો પરાજય આપ્યા બાદનો ઝિમ્બામ્બેના ડ્રેસિંગ...

T20 World Cup 2022: પાકિસ્તાનને કારમો પરાજય આપ્યા બાદનો ઝિમ્બામ્બેના ડ્રેસિંગ રૂમનો માહોલ જોવા જેવો છે ! જુઓ વીડિયો

Team Chabuk-Sports Desk: T20 World Cup 2022માં પાકિસ્તાન સતત બીજી જીતેલી મેચ હાર્યું. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રને હરાવ્યું ત્યારબાદ ઝિમ્બાબ્વેના ખેલાડીઓની ખુશીઓનો પાર ન રહ્યો. બીજી તરફ હારના કારણે હવે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવુ અઘરૂ થઈ ગયું છે. મચ હાર્યા બાદ પાકિસ્તાનના ક્રિકેટર્સ અને ફેન્સમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જો કે, ઝિમ્બાબ્વેના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ બદલાઈ ગયું હતું. ICC એ જીત બાદ ઝિમ્બાબ્વેના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો, જ્યાં ઝિમ્બાબ્વેના ખેલાડીઓ ઐતિહાસિક અને શાનદાર જીતની જાનદાર ઉજવણી કરી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ઝિમ્બાબ્વેની ટીમના ખેલાડીઓ આનંદમાં ગીત ગાઈ રહ્યા છે. અને ડાન્સ કરી રહ્યા છે. ICCની આ પોસ્ટ પર પાકિસ્તાની ચાહકોએ રડતી ઇમોજી શેર કરી છે. કેટલાક તો એવું પણ કહે છે કે આ દિવસ પણ જોવો પડ્યો.

આ જીતની ઝિમ્બાબ્વેને પણ ખાતરી નહોતી. તેના માટે તે કોઈ સ્વપ્નથી ઓછું ન હતું. આ જીતની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પર્થમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા.

પાકિસ્તાની બોલર મોહમ્મદ વસીમે 24 રનમાં 4 વિકેટ લીધી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ નબળી બેટિંગના કારણે તેમને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ઈફ્તિકાર અહેમદ જેવા સ્ટાર બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. ઝિમ્બાબ્વેના સ્ટાર ખેલાડી સિકંદર રઝાએ 25 રનમાં 3 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનને જીતવા માટે છેલ્લા બોલે 3 રનની જરૂર હતી. સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મિડ ઓન પર શોટ રમ્યો અને 2 રન બનાવીને દોડ્યો. તે બીજો રન પૂરો કરે તે પહેલા જ તે રન આઉટ થયો હતો અને ઝિમ્બાબ્વેમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

આ પહેલાં ગ્રાઉન્ડ પર પણ ઝિમ્બાબ્વેની ટીમે સેલિબ્રેશન કર્યું હતું. ગ્રાઉન્ડ પર પણ ખેલાડીઓએ ગીત ગાઈને ડાન્સ કર્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments