Homeદે ઘુમા કેT20 World Cup 2022: પાકિસ્તાનની હાર પર શમીનો શોયબ અખ્તરને...

T20 World Cup 2022: પાકિસ્તાનની હાર પર શમીનો શોયબ અખ્તરને જવાબ, ‘સોરી બ્રધર ! its call karma’

Team Chabuk-Sports News: T20 World Cup 2022ની ફાઈનલ મેચમાં શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ શમી પર તંજ કસ્યો છે. પાકિસ્તાનની હાર બાદ શોયબ અખ્તર દુઃખી થયો હતો અને ટ્વીટર પર પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેના પર અનેક કોમેન્ટ આવી.

જો કે, જે કોમેન્ટે લોકોનું ધ્યાન ખેચ્યું છે તે મોહમ્મદ શામીની છે. શોયબ અખ્તરે તેના ટ્વીટર એકાઉન્ટ પર તૂટેલા દિલનું સિમ્બોલ મુક્યું હતું. જેના પર મોહમ્મદ શામીએ કોમેન્ટ કરી હતી કે, ‘સોરી બ્રધર, ઈટ્સ કોલ કર્મા’

મહત્વનું છે કે, શોયબ અખ્તરે સેમીફાઈનલમાં ભારતની હારનો જશ્ન મનાવ્યો હતો અને ભારતીય ટીમના ખેલાડીઓની ટીકા કરી હતી. એવામાં હવે ભારતીય ટીમને પણ શોયબ અખ્તરને જવાબ આપવાનો મોકો મળ્યો જે શામીએ પણ ન છોડ્યો.

મોહમ્મદ શામીના આ રિએક્શન પર ભારતીય ખેલાડીઓએ શોયબ અખ્તરની ફિરકી લીધી હતી. આ ટ્વીટને હજારો રિટ્વીટ અને લાખો લાઈક્સ મળી હતી. એક યુઝર્સે તો લખ્યું કે, શમી ભાઈ એક દમ રોકી મૂડમાં આવી ગયા છે.

મહત્વનું છે કે, રવિવારે મેલબોર્નના મેદાનમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં માત્ર 137 રન જ બનાવી શકી હતી. જવાબમાં ઈંગ્લેન્ડે આસાન વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડે પહેલાં બોલિંગ કરતાં સેમ કરને પાકિસ્તાની ટીમની કમર તોડી હતી જ્યારે બેટિંગમાં બેન સ્ટોક્સે કમાલ કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments