Homeદે ઘુમા કેRonaldo Crying: મોરક્કો સામે પોર્ટુગલની હાર બાદ રોનાલ્ડો રડતો-રડતો મેદાન બહાર આવ્યો,...

Ronaldo Crying: મોરક્કો સામે પોર્ટુગલની હાર બાદ રોનાલ્ડો રડતો-રડતો મેદાન બહાર આવ્યો, ચાહકોની આંખમાં પણ આવ્યા આંસુ

Team Chabuk-Sports Desk: FIFA વર્લ્ડ કપ-2022માં મોટો અપસેટ સર્જાયો. ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કો સામે પોર્ટુગલની હાર બાદ રોનાલ્ડો ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો. હાર બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રડતો રડતો મેદાનમાંથી બહાર આવ્યો હતો. પોતાના ફેવરિટ પ્લેયરને આ રીતે બધાની સામે રડતા જોઈને ચાહકોના દિલ પણ તૂટ્યા હતા. જીત સાથે જ મોરોક્કોએ પોર્ટુગલનું વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી નાખ્યું અને આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી ઈતિહાસ રચવા તરફ આગળ વધી. આ પહેલો આફ્રિકન દેશ છે જેણે ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં જગ્યા બનાવી છે.

મોરોક્કો સામેની જીત સાથે, રોનાલ્ડોની મોટી ટ્રોફી ઉપાડવાની તમામ આશાઓ સમાપ્ત થઈ ગઈ. જો કે ‘CR7’ તરીકે પ્રખ્યાત રોનાલ્ડોએ નિવૃત્તિનો કોઈ સંકેત આપ્યો નથી, પરંતુ પોર્ટુગીઝ સુપરસ્ટાર માટે કતાર વર્લ્ડ કપ છેલ્લો વર્લ્ડ કપ બની શકે તેવી પ્રબળ સંભાવના છે. પોર્ટુગલે ફિફા વર્લ્ડ કપ જીતના લક્ષ્ય માટે વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો દ્વારા તેનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. આ હાર બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંખોમાં આંસુ આવી ગયા. મોરોક્કોએ 1-0થી જીત મેળવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

શનિવારે ક્વાર્ટર ફાઇનલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને હરાવીને આ કારનામું કર્યું હતું. મોરક્કોએ 1-0થી જીત સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ આફ્રિકન ટીમ બની ગઈ છે. કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિનાની ટીમ સામે મોરોક્કોએ આક્રમકતા દેખાડી હતી. પ્રથમ હાફના અંત પહેલાં મોરોક્કોને તક મળી અને એન નેસરીએ 42મી મિનિટે હેડર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી.

મેચના બીજા હાફમાં પોર્ટુગલનો સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર આવ્યો ત્યારે ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ હતી. તેણે મોરોક્કો સામે 51મી મિનિટે રાફેલ ગુરેરોએ રિપ્લેસ કર્યો હતો. આ સ્ટારના આગમન બાદ પણ ટીમના પરિણામમાં કોઈ ફરક ન આવ્યો, અનેક પ્રયાસો બાદ પણ ટીમ સ્કોર બરાબરી કરી શકી નહીં. આ વર્લ્ડ કપમાં મોરક્કોની ટીમે બધાને પ્રભાવિત કર્યા છે. ગ્રુપ મેચમાં વિશ્વની નંબર 2જી નંબરની ટીમે બેલ્જિયમને 2-0થી હરાવી પ્રથમ ઉલટફેર કર્યો હતો. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેન જેવી દમદાર ટીમને હરાવીને ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

આ ટુર્નામેન્ટમાં પોર્ટુગલ અજેય રહીને અહીં પહોંચી હતી. રાઉન્ડ ઓફ 16માં પોર્ટુગલે સ્વિત્ઝર્લેન્ડની ટીમ સામે 6-1થી મોટી જીત મેળવી હતી. ગ્રુપ મેચની વાત કરીએ તો ટીમે ઘાના અને ઉરુગ્વેને હરાવ્યા હતા, જ્યારે તે દક્ષિણ કોરિયા સામે હારી હતી.પોર્ટુગલની ટીમ માત્ર ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ટીમ 1966માં અને ફરીથી 2006માં જીતી હતી. પ્રથમ વખત ડીપીઆર કોરિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડ સામે 2006 વર્લ્ડ કપ જીત્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments