Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ચૂંટણી પુરી થઈ. પરિણામો જાહેર થયા. જનતાએ ભાજપના 156, આમ આદમી પાર્ટીના 5, કોંગ્રેસના 17 અને અપક્ષના 4 ઉમેદવારોને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા. જો કે, જનતાએ જેમને ઝાડુના નિશાન પરથી ચૂંટ્યા છે તેવા એક ધારાસભ્યને હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઝાડુંની જગ્યાએ કમળ પર પ્રેમ ઉભરાયો છે અને જનાતાના આદેશને અવગણીને પોતે ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. વિસાવાદરના આમ આદમી પર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે કેસરિયો ખેસ ધારણ કરશે. બપોરે બે કલાકે તેઓ ભાજપમાં જોડાશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ વખતે કોંગ્રેસને આમ આદમી પાર્ટી નડી જતા ભાજપ 156 સીટ ઉપર વિજેતા બન્યું છે. જેના કારણે કોંગ્રેસનો મોટો રકાસ થયો છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કે જે સરકાર રચવાના દાવાઓ કરતી હતી તેને માત્ર 6 સીટ મળી હતી અને આજે તેમાંથી પણ એક સીટમાં તેને ફટકો પડયો છે. વિસાવદરથી ચૂંટાઈને આવેલા ભૂપત ભાયાણી આપનો સાથ છોડી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓ આજે બપોરે 2 કલાકે કેસરીયા કરી રહ્યા છે.

વિસાવદરથી ચૂંટાઈને આવેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અન્ય ચાર ધારાસભ્ય પણ ભાજપના સંપર્કમાં છે તેઓ પણ ગમે તે ઘડીએ પક્ષને અલવિદા કહીને કેસરિયો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના દિગજજો તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે.
ગુજરાતમાં પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતમાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આ દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જણાવ્યા છે જેમને ગુજરાત કેબિનેટમાં (gujarat cabinet) સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે.
સંભવિત કેબિનેટ મંત્રીઓના નામ
કુંવરજી બાવળિયા, જસદણ
જયેશ રાદડિયા, જેતપુર
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ
હાર્દિક પટેલ, વિરમગામ
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
મૂળુભાઈ બેરા, ખંભાળિયા
કૌશિક વેકરીયા, અમરેલી
હીરા સોલંકી, રાજુલા
શંકર ચૌધરી, થરાદ
બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર
ઋષીકેશ પટેલ, વિસનગર
અનિરુદ્ધ દવે, માંડવી
કનુભાઈ પટેલ, સાણંદ
અમિત ઠાકર, વેજલપુર
કિરીટસિંહ રાણા, લીંબડી
પંકજ દેસાઈ, નડિયાદ
સી.કે.રાઉલજી, ગોધરા
મુકેશ પટેલ, ઓલપાડ
વિનુ મોરડિયા, કતારગામ
હર્ષ સંઘવી, મજુરા
કનુભાઈ દેસાઈ, પારડી
પુર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
ઉદય કાનગડ, રાજકોટ પૂર્વ
બાલકૃષ્ણ શુક્લ, રાવપુરા વડોદરા
અનુસૂચિત જનજાતિના આ ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે
પીસી બરંડા, ભિલોડા
કુબેર ડીંડોર, સંતરામપુર
ગણપત વસાવા, માંગરોળ
નરેશ પટેલ, ગણદેવી
ડૉ દર્શના દેશમુખ, નાંદોડ
રાજેન્દ્રસિંહ રાઠવા, છોટા ઉદેપુર
નિમિષા સુથાર, મોરવા હડફ
અનુસુચૂતિ જાતિમાંથી આ ચહેરાને સ્થાન મળી શકે
રમણભાઈ વોરા, ઇડર – મંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ
મનીષા વકીલ, વડોદરા શહેર
શંભુપ્રસાદ ટુંડિયા, ગઢડા
12 ડિસેમ્બરે સીએમ શપથ લેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ જાતિ અને પ્રદેશને ધ્યાનમાં રાખીને સમીકરણો બનાવવામાં આવશે. નવા ચહેરાઓની સાથે જૂના ચહેરાઓને પણ સ્થાન મળશે. નિયમો અનુસાર કેબિનેટમાં વધુમાં વધુ 27 સભ્યો હોઈ શકે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ડિસેમ્બરે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.
ગુજરાતના 33 જિલ્લામાંથી કેટલા જિલ્લા થયા કોગ્રેસ મુક્ત?
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. રાજ્યના 13 જિલ્લાઓમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યના 13 જિલ્લાઓમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ