Homeદે ઘુમા કેIND vs PAK: કોઈએ માથું પકડ્યું, કોઈએ ગાલે હાથ દીધા, માત્ર આંસુ...

IND vs PAK: કોઈએ માથું પકડ્યું, કોઈએ ગાલે હાથ દીધા, માત્ર આંસુ નીકળવાના જ રહ્યા બાકી, મેચ હાર્યા બાદ પાકિસ્તાનના ડ્રેસિંગરૂમનો વીડિયો આવ્યો સામે

Team Chabuk-Sportd Desk: ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ટીમ ડ્રેસિંગરૂમમાં મળી હતી અને મેચ વિશે ચર્ચા કરી હતી. પાકિસ્તાની ટીમનો ડ્રેસિંગરૂમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાની ટીમનો કેપ્ટન બાબર આઝમ ખેલાડીઓને આશ્વાસન આપી રહ્યો છે. જો કે, પાકિસ્તાનના ડ્રેસિંગરૂમમાં એકદમ સન્નાટો છવાયેલો છે. ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાની ડ્રેસિંગરૂમમાં ગમગીની છવાઈ હતી. કોઈ ખેલાડીએ માથું પકડ્યું હતું તો કોઈ નીચું જોઈને અફસોસ કરી રહ્યું હતુ. બસ બાકી હતું માત્ર તેમની આંખમાંથી આંસુ નીકળવાના.

બીજી તરફ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ખેલાડીઓને આશ્વાસન આપ્યું હતું અને હારને ભૂલી આગળની મેચની તૈયારી કરવા જણાવ્યું હતું. સાથે જ હાર સ્વીકારીને કહ્યું હતું કે, આ કોઈ એક ખેલાડીની હાર નથી આ આપણી ટીમની હાર છે. એટલું જ નહીં હાર પચાવવાનું કહી ખેલાડીઓને અંદરો-અંદર ઝઘડો ન કરવાની પણ સલાહ આપી હતી.

બાબર આઝમે ખેલાડીઓને કહ્યું હતું કે, મેચમાં હારના દોષનો ટોપલો કોઈ એક ખેલાડી પર નહીં ઢોળે. કોઈ એવું નહીં કહે કે આના કારણે મેચ હાર્યા છે કે મારા કારણે મેચ હાર્યા છે. જેવી રીતે જીત ટીમની થાય છે તેવી જ રીતે હાર પણ ટીમની જ થાય છે. તો નવાઝને દિલાસો આપતા નવાઝને મેચ વિનર ગણાવ્યો હતો. તેણે એવું પણ કહ્યું કે આપણે એક મેચ જ હાર્યા છે વર્લ્ડ કપ નહીં. આટલું કહ્યા બાદ બાબર આઝમ પોતાનો સામાન લઈને ડ્રેસિંગરૂમમાંથી નીકળી ગયો હતો. બીજી તરફ ભારે હ્રદયે પાકિસ્તાની ખેલાડીઓએ કેપ્ટનની વાત પર તાલીઓ પાડી હતી.

મહત્વનું છે કે, T20 World Cup 2022ની પહેલી મેચમાં પાકિસ્તાન ભારત સામે જીતેલી મેચ હાર્યું હતું. છેલ્લી બે ઓવરમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગના કારણે પાકિસ્તાનના હાથમાં આવેલી મેચ છૂટી ગઈ હતી. 20મી અને અંતિમ ઓવરમાં 16 રન બાકી હતી. આ ઓવરમાં ભારતીય ટીમની બે વિકેટ પડી જો કે, આખરે જીત ભારતની થઈ. જેને લઈને ભારતમાં દિવાળી ખુશીનો માહોલ બમણો થઈ ગયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments