Homeવિશેષશું તમે ક્રેડિટ કાર્ડથી ભાડાંની ચૂકવણી કરો છો તો સમસ્યા થઈ શકે...

શું તમે ક્રેડિટ કાર્ડથી ભાડાંની ચૂકવણી કરો છો તો સમસ્યા થઈ શકે છે, જાણો કેમ

Team Chabuk-Special Desk: શું તમે વધુ રિવોર્ડ્સ પોઈન્ટ મેળવવા માટે ક્રેડિટ કાર્ડથી ભાડાંની ચૂકવણી કરો છો ? તો તમારે એ જાણી લેવાની જરૂર છે કે તમારા માટે આ સારો વિકલ્પ નથી, કારણ કે હવે ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ ટાળવા માટે કાર્ડ ઈશ્યુઅરે આ પ્રકારની ચૂકવણીઓ પર નિયંત્રણો મૂકવાનું શરૂ કર્યું છે.  આઈસીઆઈસીઆઈ બેન્કના કાર્ડધારકોએ 20મી ઑક્ટોબરથી ભાડાંની ચૂકવણી માટે 1 ટકા ફી ચૂકવવી પડશે. એસબીઆઈ કાર્ડ 15મી નવેમ્બરથી ભાડાંની ચૂકવણી પર રૂ. 99 (ટેક્સ સિવાય)ની પ્રોસેસિંગ ફી વસૂલ કરશે. એચડીએફસી બેન્કે ભાડાંની ચૂકવણી માટે રિવોર્ડ પોઈન્ટ્સ 500 પોઈન્ટ સુધી મર્યાદિત રાખ્યા છે જ્યારે યશ બેન્કે આ પ્રકારના વ્યવહારો પર એક મહિનામાં બે વખતના નિયંત્રણ મૂક્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ફિનટેક કંપનીઓ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ સ્ટાર્ટ-અપ્સે એવી સુવિધા પૂરી પાડવાનું શરૂ કર્યું છે, જેમાં તેઓ ગ્રાહકોને તેમના મકાનમાલિકોને ચેક અથવા નેટબેન્કિંગ જેવી પરંપરાગત પદ્ધતિઓના બદલે ક્રેડિટ કાર્ડથી ભાડાંની ચૂકવણી કરી શકે છે. કેટલીક કંપનીઓ કેશબેકની પણ ઓફર કરે છે. કાર્ડ ઈશ્યુ કરનારી કંપનીઓએ ફીની વસૂલાત અથવા ટ્રાન્ઝેક્શન મર્યાદિત કરવા અંગે કોઈ કારણો આપ્યા નથી.  જોકે, એક બેન્કરે નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, આ પેમેન્ટ્સ વાસ્તવિક નહીં હોવાથી તેના પર નિયંત્રણો મૂકાયા છે. લોકો આ સેવાનો ઉપયોગ મકાન માલિકના બદલે મિત્રો અને પરિવારજનોને નાણાં ટ્રાન્સફર કરવા માટે કરી રહ્યા છે, કારણ કે તેમાં બેનિફિશિયરીનું વેરિફિકેશન થઈ શકે તેમ નથી.

ભાડાંની ચૂકવણી મોટાભાગે હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ હોય છે. કાર્ડધારક આ પ્રકારના વ્યવહારોથી માત્ર વધુ રિવોર્ડ પોઈન્ટ્સ જ નથી મેળવી શકતા પરંતુ તે વાર્ષિક ખર્ચનું સિમાચિહ્ન પણ પૂરું કરી શકે છે, જેથી કાર્ડધારક રીન્યુઅલ ફી ચૂકવવામાંથી બચી શકે છે. ક્રેડિટ કાર્ડ્સમાંથી રોકડ ઉપાડ પર બેન્કો મોટાભાગે ઊંચી ફી વસૂલે છે. પરંતુ રેન્ટ પેમેન્ટ સર્વિસમાં રહેલા છીંડાને પગલે ગ્રાહકો દેખીતી રીતે રોકડ ઉપાડી રહ્યાં છે. આ પ્રકારની સુવિધા પૂરી પાડતા પ્લેટફોર્મ્સ કન્વીનીયન્સ ફી વસૂલતા હોવા છતાં એટીએમમાંથી ક્રેડિટ કાર્ડ મારફત રોકડ ઉપાડવા કરતાં આ ચાર્જીસ ઘણા સસ્તા હોય છે.

નિષ્ણાતોએ ઉમેર્યું હતું કે પેમેન્ટ કંપનીઓ કેવાયસી (નો યોર કસ્ટમર) કર્યા પછી મકાન માલિકને વેપારી તરીકે ધ્યાનમાં લે તો કાર્ડ ઈશ્યુ કરનારને કોઈ વાંધો ન હોવો જોઈએ. અગાઉ જીવન વીમા કંપનીઓ જેવા ઉદ્યોગો કે જેમાં ઊંચા મૂલ્યના વ્યવહારોની જરૂર પડતી હતી તેઓ નીચી ક્રેડિટ કાર્ડ ફી અંગે વાટાઘાટો કરવા સક્ષમ બની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments