Homeદે ઘુમા કેT20 World Cup 2022 IND vs SA: જાણો કેવું છે પર્થનું વાતાવરણ,...

T20 World Cup 2022 IND vs SA: જાણો કેવું છે પર્થનું વાતાવરણ, આજનો પીચ રિપોર્ટ શું કહે છે ? આ છે સંભવિત ટીમ

Team Chabuk-Sports Desk: T20 World Cup 2022માં આજે બે દિગ્ગજ ક્રિકેટ ટીમ ટકરાશે. પર્થના મેદાનમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે જંગ જામશે. બંને ટીમ પોતાની ત્રીજી મેચ રમશે. પોઈન્ટ્સ ટેબલ પર સુપર-12મા ગૃપ-2માં અત્યાર ભાજપ 4 પોઈન્ટ સાથે અવ્વલ છે જ્યારે સાઉથ આફ્રિકાના નામે 3 પોઈન્ટ્સ છે. સાંજે 4:30 વાગ્યે મેચ શરૂ થશે.

પાકિસ્તાન અને નેધરલેન્ડ્સને હરાવી ચૂકેલી ભારતીય ટીમ જો સાઉથ આફ્રિકાને પણ હરાવી દે તો ભારતનું સેમિફાઈનલમાં સ્થાન લગભગ નક્કી થઈ જશે. ભારતનું સાઉથ આફ્રિકા સામે અત્યાર સુધીનું પ્રદર્શન સારૂ રહ્યું છે. સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ત્રણ મેચની T20 સિરીઝ રમી હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. આ પહેલાં યોજાયેલા તમામ T20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ પાંચ વખત સામસામે આવી ચૂકી છે. જેમાંથી ભારતે 4 અને સાઉથ આફ્રિકા માત્ર 1 જીત્યું છે. આ આંકડા જોતા ભારતનું પલડું ભારે રહેશે.

પાકિસ્તાન સામેની મેચમાં કેએલ રાહુલ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ ચાલ્યા નહોતા. જો કે, વિરાટ અને હાર્દિક ટીમ માટે સંકટમોચક સાબિત થયા હતા. નેધરલેન્ડ્સ સામેની મેચમાં કેએલ રાહુલ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. પરંતુ વિરાટ અને સૂર્યાની સાથે રોહિતે પણ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. બોલિંગમાં અર્શદીપ અને ભુવનેશ્વરની સાથે મોહમ્મદ શામી ફૂલ ફોર્મમાં ચાલી રહ્યા છે.

બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમમાં ક્વિન્ટન ડિકોક, કેપ્ટન બાવુમા અને રિલી રોસોયુ ઉપરાંત ડેવિડ મિલર જેવા આક્રમક બેટર્સ ટીમની પાસે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કાગિસો રબાડા, એનરિક નોર્કિયા અને તબરેઝ શમ્સી જેવા સારા બોલર્સ પણ છે એટલે મેદાન પર બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. પર્થમાં કુલ બે મેચ રમાવાની છે. જેમાં પહેલા પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ રમાશે. આ પછી તે જ પિચ પર ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાશે. આ વિકેટ પર થોડું ઘાસ પણ છે જેના કારણે ફાસ્ટ બોલર્સને ઘણી મદદ મળે છે. બીજી તરફ ન મેચમાં વરસાદનું વિઘ્ન છે. હવામાન વિભાગનું માનીએ તો વરસાદની 30 ટકા સંભાવના છે. તો પવન પણ અંદાજે 35 કિલોમીટરની ઝડપે ફૂંકાય શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ-11
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), રિલી રોસોયુ, એડન માર્કરમ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઇન પાર્નેલ, કેશવ મહારાજ, એનરિક નોર્કિયા અને તજરેઝ શમ્સી.

whatsapp group join link

તાજેતાજે ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments