Homeદે ઘુમા કેT20 World Cup 2022 IND vs BAN: રાહુલની ડાયરેક્ટ હીટ બની...

T20 World Cup 2022 IND vs BAN: રાહુલની ડાયરેક્ટ હીટ બની ‘ટર્નિંગ પોઈન્ટ’ ! છેલ્લી ઓવરમાં અર્શદીપે રાખ્યું ટીમનું નાક, પોઈન્ટ ટેબલ પર ભારત ટોચ પર

Team Chabuk-Sports News: T20 World Cupની મહત્વની મેચમાં ભારતે જીત મેળવી સેમીફાઈનલ સુધીનો રસ્તો કર્યો છે. એડિલેડના મેદાન પર ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવ્યું છે. ભારતીય ટીમનું ઓલઓવર પ્રદર્શન શાનદાર રહ્યું છે. બીજી સારી વાત એ છે કે, છેલ્લા કેટલાય સમયથી આઉટ ઓફ ધ ફોર્મ ચાલી રહેલો કે.એલ.રાહુલ ફોર્મમાં પરત ફર્યો છે. તેણે બેટિંગ બાદ આજે ફિલ્ડિંગમાં પણ કમાલ કરી.

બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. પહેલાં બેટિંક કરવા ઉતરેલી ભારતીય ટીમે (Team India ) બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે (Team India ) 20 ઓવરમાં 6 વિકેટે 184 રન ફટકાર્યા હતા. જેમાં કે.એલ.રાહુલે શાનદાર 50 રન ફટકાર્યા હતો તો મેદાન પર ફરી એક વાર વિરાટનું બેટલ બોલ્યું અને 44 બોલ પર 66 રનની ધમાકેદાર ઈનિંગ રમી. તાબડતોબ બેટિંગ માટે જાણીતા સૂર્યાએ પણ 16 બોલમાં જ 30 રન ફટકારી ટીમને 184 રન સુધી પહોંચવામાં મદદ કરી. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાન પર ઉતરેલી બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં જ બાંગ્લાદેશની ટીમે 60 રન ફટકારી દીધા હતા. બાંગ્લાદેશના ઓપનર બેટર લિટન દાસે માત્ર 21 બોલમાં જ ફિફ્ટી પૂરી કરી હતી. જો કે, વરસાદ બાદમેચ 16 ઓવરની થઈ હતી જેને લઈને બાંગ્લાદેશને 9 ઓવરમાં 85 રનનું લક્ષ્ય અપાયું હતું.

બીજી તરફ વરસાદ બાદ મેચની સ્થિતિ બદલી હતી. ટોપ ગિયરમાં ચાલી રહેલા લિટન દાસ કે.એલ.રાહુલની ડાયરેક્ટ હીટનો શિકાર બન્યો હતો. તે 27 બોલમાં 60 રન બનાવીને રનઆઉટ થયો હતો. ત્યારબાદ ભારતીય બોલર્સે મોરચો સંભાળ્યો હતો અને એક બાદ એક વિકેટ લઈ બાંગ્લાદેશની ટીમની કમર તોડી નાખી હતી.

શમીએ નઝમુલ હુસૈન શાન્તોને 21 રને આઉટ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. તો અર્શદીપ સિંહે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી બાંગ્લાદેશને જીતથી વધુ દૂર મોકલી હતી. પહેલા અફિફ હુસૈન અને પછી શાકિબ અલ હસન અર્શદીપનો શિકાર બન્યા હતા. જે બાદ હાર્દિકે યાસિર અલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશને 20 રનની જરૂર હતી જો કે, બાંગ્લાદેશ 15 રન જ બનાવી શકી.

પોઈન્ટસ ટેબલ પર નજર કરીએ તો ભારત 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે સાઉથ આફ્રિકા 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાન સામેની મેચમાં જો સાઉથ આફ્રિકા જીતશે તો તે પહેલાં નંબર પર પહોંચશે જ્યારે ભારત બીજા નંબર પર આવશે. 4 પોઈન્ટ સાથે બાંગ્લાદેશ ત્રીજા સ્થાને છે.પાકિસ્તાન 2 પોઈન્ટસ સાથે હાલ પાંચમાં સ્થાને છે જો તે સાઉથ આફ્રિકાને હરાવશે તો પણ પોઈન્ટ ટેબલ પર ફેરફાર થશે અને જો હારશે તો ટીમને પાકિસ્તાનની ફ્લાઈટ પકડવી પડશે.

ભારતની પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર) , અક્ષર પટેલ, રવિંચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

બાંગ્લાદેશની પ્લેઈંગ-11

શાકિબ અલ હસન (કેપ્ટન), નઝમિલ હુસૈન શાન્તો, લિટન દાસ, અફિફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), તસ્કીન અહેમદ, હસન મહમૂદ, શોરિફુલ ઈસ્લામ અને મુસ્તફિઝુર રહેમાન.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments