Team Chabuk-Sports Desk: આઇસીસીએ જાહેર કરેલા રેન્કિંગમાં ભારતના મીડલ ઓર્ડર અને તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ચમક્યો છે. સૂર્યાને આ નવી રેન્કિંગમાં નંબર વનની પૉઝિશન મળી છે. ખાસ વાત છે કે, સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપમાં પોતાની ધમાકેદાર ઇનિંગના સહારે પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પછાડીને પહેલું સ્થાન મેળવ્યું છે.
નવા રેન્કિંગ અનુસાર, ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટી20 બેટિંગ રેન્કિંગમાં 863 પૉઇન્ટ છે, જેની સાથે જ લેટેસ્ટ અપડેટમાં ટી20માં નંબર વન બેટ્સમેન બની ગયો છે. સૂર્યકુમાર યાદવ 863 પૉઇન્ટ બાદ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનના 842 પૉઇન્ટ છે, આ પહેલા ગયા વર્ષથી અત્યાર સુધી પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન નંબર વન બેટ્સમેન તરીકે રહ્યો હતો. બીજી તરફ વિરાટ કોહલીને પણ નુકસાન થયું છે. વિરાટ કોહલી 9માં સ્થાનેથી 10માં સ્થાને ઘકેલાયો છે.
Suryakumar Yadav All Sixes in T20Is pic.twitter.com/u7H0wQ529k
— Anand singh (@Anandsingh0510) October 15, 2022
આ T20 World Cupની 4 મેચમાં સૂર્યા શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાન સામેની ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જલદી આઉટ થયા બાદ સૂર્યાએ નેધરલેન્ડ્સ સામે 25 બોલમાં 51 રન બનાવ્યા હતા. જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં સાઉથ આફ્રિકા સામે 68 રનનું યોગદાન આપ્યું હતું. ઉપરાંત બાંગ્લાદેશ સામે 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. આમ, 4 મેચમાં સૂર્યાના નામે 164 રન છે.
Say hello to the ICC Men's No. 1⃣ T20I Batter! 👋 🔝
— BCCI (@BCCI) November 2, 2022
Congratulations, @surya_14kumar. 👏 👏#TeamIndia pic.twitter.com/vKLbeaQCft
ICC T20 બેટિંગ રેંકિંગ
સૂર્યકુમાર યાદવ (ભારત) – 863 પૉઇન્ટસ
મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) – 842 પૉઇન્ટસ
ડેવૉન કૉનવે (ન્યૂઝીલેન્ડ) – 792 પૉઇન્ટસ
બાબર આઝમ (પાકિસ્તાન) – 780 પૉઇન્ટસ
એડન મારક્રમ (સાઉથ આફ્રિકા) – 767 પૉઇન્ટસ
ડાવિડ મલાન (ઇંગ્લેન્ડ) – 743 પૉઇન્ટસ
ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ) – 703 પૉઇન્ટસ
રીલે રોશો (સાઉથ આફ્રિકા) – 689 પૉઇન્ટસ
એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) – 687 પૉઇન્ટસ
🔹 Suryakumar Yadav gains top spot
— ICC (@ICC) November 2, 2022
🔹 Wanindu Hasaranga climbs up
🔹 Big rewards for Glenn Phillips
Some big movements in the @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 📈
More 👉 https://t.co/xe27RnErej
વિરાટ કોહલી 638 પોઇન્ટ્સ સાથે ICC રેન્કિંગમાં 10મા સ્થાને છે. વિરાટે આ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન આપ્યું છે. અત્યાર સુધીમાં તેમણે 4 મેચમાં 3 અર્ધસદી સાથે 220 રન ફટકાર્યા છે. બાંગ્લાદેશ સામે પણ તેમણે 44 બોલમાં 64 રન બનાવી પોતાનું ફોર્મ જાળવી રાખ્યું છે. આ ઇનિંગ સાથે જ તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનાર બેટર બની ગયો છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા