Homeદે ઘુમા કેપાકિસ્તાનની આ ખૂબસુંદર અભિનેત્રીની જાહેરાત, જો ઝિમ્બાબ્વે ભારત સામે જીતે તો ઝિમ્બાબ્વેના...

પાકિસ્તાનની આ ખૂબસુંદર અભિનેત્રીની જાહેરાત, જો ઝિમ્બાબ્વે ભારત સામે જીતે તો ઝિમ્બાબ્વેના વ્યક્તિ સાથે કરશે લગ્ન !

Team Chabuk-Sports Desk: T20 World Cup 2022માં ભારતીય ટીમનું સેમિફાઈનલમાં સ્થાન લગભગ નક્કી છે. આગામી 6 નવેમ્બર રવિવારે ભારતીય ટીમ મેલબોર્નના મેદાનમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ટીમનું ફોર્મ જોઈને લાગી રહ્યું છે કે, ઝિમ્બાબ્વેને હરાવવું ભારત માટે બહુ અઘરુ નહીં હોય. બીજી તરફ ઝિમ્બાબ્વેને જીતવું લોઢાના ચણા ચાવવા જેવું કામ માનવામાં આવી રહ્યું છે.

આવી સ્થિતિમાં એક પાકિસ્તાની એક્ટ્રેસે ટ્વીટ દ્વારા એક જાહેરાત કરી છે જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં પાકિસ્તાની એક્ટ્રેસની લોકો ખૂબ મજાક પણ ઉડાવી રહ્યા છે.

આ પાકિસ્તાની અભિનેત્રીનું નામ છે સેહર શિનવારી. સેહરે ટ્વીટ કરીને કહ્યું છે કે, “જો આગામી મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ ચમત્કારિત રૂપે ભારતીય ટીમને હરાવે તો હું ઝિમ્બાબ્વેના વ્યક્તિ સાથે લગ્ન કરીશ”

આ જ ટ્વીટ પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. કોઈ યુઝર કહી રહ્યા છે કે, “શું ઝિમ્બાબ્વેના વ્યક્તિને પણ તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે ખરી ?” તો કોઈ કહી રહ્યું છે કે, “આટલું મોટું રિસ્ક ન લે શું ખબર ઝિમ્બાબ્વે સાચે જીતી ગયું તો ?”

તો કોઈ યુઝર સેહરની ફિરકી લેતા કહી રહ્યું છે કે, “હા હું ઝિમ્બાબ્વેનો છું !”

મહત્વનું છે કે, આ પહેલાં પણ સેહર શિનવારી વિવાદોમાં રહી ચુકી છે. 2019માં પણ તેણે એક વિવાદીત ટ્વીટ કર્યું હતું જેના કારણે તે ચર્ચામાં આવી હતી. 2019માં તેણે ન્યૂઝિલેન્ડના ખેલાડીને ટ્વીટર પર પ્રપોઝ કર્યું હતું. તેણે ટ્વીટ કર્યું હતું કે, “જિમ્મી શું તુ ભવિષ્યમાં મારા બાળકનો પિતા બનીશ, આઈ લવ યુ.”

મહત્વનું છે કે, પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ પોઈન્ટ્સ ટેબલમાં ફેરફાર થયો છે. ગૃપ-2માં ભારત 6 પોઈન્ટ્સ સાથે ટોચ પર છે જ્યારે સાઉથ આફ્રિકા 5 પોઈન્ટ્સ સાથે બીજા અને પાકિસ્તાન 4 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. એવામાં ભારતનું સેમીફાઈનલમાં જવું લગભગ નક્કી છે જ્યારે પાકિસ્તાનને ભારત અને સાઉથઆફ્રિકાની હાર માટે પ્રાર્થના કરવી પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments