Team Chabuk-Sports Desk: T20 World Cupની ચોથી મેચમાં ભારતે બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું. આ જીત સાથે જ ભારતે સેમીફાઈનલમાં પોતાનું નામ પાક્કુ કરી લીધું છે. હવે રવિવારે ભારતીય ટીમ જીતના લક્ષ્ય સાથે ઝિમ્બાબ્વે સામે મેદાને ઉતરશે.
ઈતિહાસ સાક્ષી છે કે, T20 World Cupમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની મેચ રસાકસી ભરેલી રહી છે. આ વખતે પણ બંને ટીમ વચ્ચે રસાકસી રહી જો કે, આખરે જીત ભારતે મેળવી. પાવરપ્લે સુધી બાંગ્લાદેશની ટીમ ભારતીય ટીમ પર ભારે રહી. શરૂઆતમાં એવું લાગ્યું કે જાણે ભારતની મેચ બાંગ્લાદેશ સામે નહીં પરંતુ તેના ઓપનર બેટર લિટર દાસ સાથે છે ! કારણ કે જ્યારે લિટલ દાસ પોતાની અર્ધસદી પુરી કરી ચુક્યો હતો ત્યારે તેની સામેનો બોટર સિંગલ ડિજિટમાં રમી રહ્યો હતો. ત્યારબાદ વરસાદના કારણે થોડો સમયનો વિરામ લેવો પડ્યો અને સ્થિતિ બદલાઈ.
બસ આ જ કારણે સોશિયલ મીડિયા પર મીમ વાયરલ થઈ રહ્યા છે જે જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. ટ્વીટર પર એક યુઝરે શોર્ટ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં લખ્યું છે કે, ભારતીય બોલર્સની વરસાદ પહેલા અને પછીની સ્થિતિ. હવે તમે જ જોઈલો આ વીડિયો.
#INDvsBAN India beat Bangladesh by 5 runs.#T20WorldCup #Team India 🇮🇳😎😍@surya_14kumar @imVkohli@arshdeepsinghh @ICC#INDvsBAN #T20WorldCup2022 #ViratKohli𓃵 #arshdeep #LitonDas #SuryakumarYadav #KLRahul𓃵 #confirmed #Pathaan #RohitSharma #india #T20worldcup22 pic.twitter.com/TK8ZunKNub
— Himanshu Yadav (@himanshuydv_vns) November 2, 2022
ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાન પર ઉતરેલી બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં જ બાંગ્લાદેશની ટીમે 60 રન ફટકારી દીધા હતા. બાંગ્લાદેશના ઓપનર બેટર લિટન દાસે માત્ર 21 બોલમાં જ ફિફ્ટી પૂરી કરી હતી. જો કે, વરસાદ બાદમેચ 16 ઓવરની થઈ હતી જેને લઈને બાંગ્લાદેશને 9 ઓવરમાં 85 રનનું લક્ષ્ય અપાયું હતું.
.@arshdeepsinghh scalped 2⃣ wickets & was our top performer from the second innings of the #INDvBAN #T20WorldCup match. 👍 👍 #TeamIndia
— BCCI (@BCCI) November 2, 2022
Here’s a summary of his bowling display 👇 pic.twitter.com/Dig571utpd
બીજી તરફ વરસાદ બાદ મેચની સ્થિતિ બદલી હતી. ટોપ ગિયરમાં ચાલી રહેલા લિટન દાસ કે.એલ.રાહુલની ડાયરેક્ટ હીટનો શિકાર બન્યો હતો. તે 27 બોલમાં 60 રન બનાવીને રનઆઉટ થયો હતો. ત્યારબાદ ભારતીય બોલર્સે મોરચો સંભાળ્યો હતો અને એક બાદ એક વિકેટ લઈ બાંગ્લાદેશની ટીમની કમર તોડી નાખી હતી અને ભારે રસાકસી બાદ જીત મેળવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
