Team Chabuk-Sports Desk: 23 ઓક્ટો 2022. આ દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો છે. ભારતમાં આ દિવસે કાળી ચૌદશ હતી છતાં લોકોએ કાળી ચૌદશે જ દિવાળી ઉજવી હતી. કારણ હતુ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 World Cupમાં ક્રિકેટના મેદાનમાં ભારતે પાકિસ્તાને ઘૂંટણીયે પાડી દીધું હતુ. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ગુજરાતનું ગર્વ તેમજ ભારતીય ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ કમાલ કરી હતી.
ભારતીય ફેન્સે જીતની આશા છોડી દીધી હતી જો કે, મેદાનમાં ઉતરેલા હાર્દિક અને વિરાટના ઈરાદા મક્કમ હતા. આખરે 19મી ઓવર આવી અને વિરાટે ગિયર બદલ્યો. વિરાટના આ બે છગ્ગાથી જ્યાં અત્યાર સુધી બૂમાબૂમ હતી તે પાકિસ્તાની સમર્થકોમાં નિરવ શાંતિ પ્રસરી ગઈ અને ભારતીય સમર્થકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. ત્યારબાદ જે થયું તે દરેકે દરેક ભારતીય જાણે છે. છેલ્લી ઓવરમાં ભારતનો દીલધડક વિજય થયો.
આ મેચની જેટલી અલગ-અલગ ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ક્ષણોમાં કેટલીક અત્યંત ભાવુક છે તો કેટલીક ક્ષણો એવી છે જે તમને પેટ પકડીને હસાવશે. આવી જ એક ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં એક પાકિસ્તાની સમર્થક ટ્રોલ થઈ રહ્યો છે.
और इन्हें #kashmir #कश्मीर चाहिए 😂 pic.twitter.com/ITwv5rUcjJ
— Dipanshu Kabra (@ipskabra) October 24, 2022
મેચ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનો એક સમર્થક પાકિસ્તાનનો ધ્વજ ઉલટો ફરકાવી રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમનો સમર્થક મેચની યાદગાર ક્ષણો કેમેરામાં કંડારી રહ્યો હતો ત્યારે જ તેના ધ્યાનમાં આવ્યું કે, પાકિસ્તાની સમર્થક ઉલ્ટો ધ્વજ ફરકાવી રહ્યો હતો. તેણે બૂમો પાડી અને ધ્વજ ઉલટો હોવાની જાણકારી આપી. પોતે ઉલટો ધ્વજ ફરકાવી રહ્યો હોવાની જાણ થતા પાકિસ્તાની ફેન્સે શરમ અનુભવી. ત્યારબાદ કેમેરા પાછળથી અવાજ આવ્યો કે “ઔર ઈન્હે કાશ્મીર ચાહીએ’ અને બધા ખડખડાટ હસી પડ્યા.” આ વીડિયોને IPS ઓફિસરે પણ શેર કર્યો છે.
વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો પાકિસ્તાની ફેન્સના મજા લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે, એક તો પાકિસ્તાનને આટલી મોટી હાર મળી ઉપરથી આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમ તરફથી વિરાટ કોલહીએ શાનદાર અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાને ભારતને 159 રનનું લક્ષ્ય આપ્યું હતું જેના જવાબમાં એક સમયે ભારતીય ટીમની 31 રન પર ચાર વિકેટ જતી રહી હતી. જો કે, કોહલી અને હાર્દિક પંડ્યાની પાર્ટનરશીપથી ટીમ સંકટમુક્ત બની હતી. મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી હતી. છેલ્લા બોલ પર ભારતે જીત મેળવી હતી. આમ, T20 World Cupમાં ભારતે જીત સાથે શુભારંભ કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા