Homeતાપણુંકૉંગ્રેસની મુશ્કેલીમાં વધારો, કેશોદ કૉંગ્રેસના તમામ હોદેદારોએ રાજીનામાની ચિમકી આપી

કૉંગ્રેસની મુશ્કેલીમાં વધારો, કેશોદ કૉંગ્રેસના તમામ હોદેદારોએ રાજીનામાની ચિમકી આપી

Team Chabuk-Political Desk: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કૉંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. તમામ પક્ષો વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસ માટે કેશોદથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.

કેશોદ કૉંગ્રેસના તમામ હોદેદારો અને ચુંટાયેલા સભ્યોએ રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે. આયાતી ઉમેદવારને ટિકિટ અપાતી હોવાથી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. પૈસાના જોરે ટિકિટ અપાતી હોવાના આરોપ લગાવ્યા છે. આ સાથે જ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરી છે. કેશોદ કોંગ્રેસના હોદ્દેદારો કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. જો આયાતી ઉમેદવારને ટિકીટ આપશે તો તમામ લોકો રાજીનામા આપશે. સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગણી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments