Homeગામનાં ચોરેમાતા-પિતાએ જ કરાવી એકના એક દીકરાની હત્યા ! 8 લાખમાં આપી...

માતા-પિતાએ જ કરાવી એકના એક દીકરાની હત્યા ! 8 લાખમાં આપી હતી સોપારી, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

Team Chabuk-National Desk: હૈદરાબાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માતા-પિતાએ જ પોતાના દીકરાની હત્યા કરાવી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. દાવો છે કે, દીકરો ખૂબ દારૂનો નશો કરતો હતો. દારૂડિયા દીકરાનો ત્રાસ સહન કરીને ત્રાહિમામ થઈ ગયા હતા. માતા-પિતાએ તેની હત્યા માટે 8 લાખની સોપારી આપી હોવાનો પણ દાવો છે.

મૃતક સાંઈરામના પિતા ક્ષત્રિય રામસિંહ એક સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. પોલીસે તેમની અને તેમનાં પત્નીની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આ મામલે સોપારી લેનાર ચાર અન્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 26 વર્ષીય સાંઈરામ તેના માતા-પિતાનો એકનો એક દીકરો છે. તેણે ભણવાનું છોડી દીધું હતું. તેને દારૂની એટલી લત લાગી ગઈ હતી કે જો દારૂ માટે માતા-પિતા પૈસા ના આપે તો તેને મારતો હતો. દીકારાથી કંટાળીને માતા-પિતાએ તેનુ કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.

આયોજન મુજબ આરોપીઓ મૃતકને મંદિર લઈ ગયા હતા અને ત્યાં ખૂબ દારૂ પીવડાવ્યો હતો અને ત્યારપછી દોરડાથી ગળું દબાવીને તેની હત્યાને કરી હતી. સાંઈરામનો મૃતદેહ 18 ઓક્ટોબરે સૂર્યપેટના મુસીમાંથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા તો જાણવા મળ્યું કે સાંઈરામ છેલ્લી વાર પરિવારની કારમાં ક્યાંક ગયો હતો. મૃતદેહ મળ્યા બાદ સાંઈરામનાં માતા-પિતા એ જ કારમાં મોરચુરી ગયાં હતાં. ત્યાં તેણે પુત્રના મૃતદેહની ઓળખ કરી હતી.

માતા-પિતાએ પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી ન હોવાથી પોલીસની શંકા પણ વધુ ઘેરી બની હતી. પોલીસે પૂછપરછ કરતાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અત્યાર સુધીમાં સોપારી લેનારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે. પોલીસે કહ્યું કે, 18 ઓક્ટોબરે આરોપી સત્યનારાયણ અને રવિ પરિવારની ગાડીમાં સાંઈરામને એક મંદિરમાં લઈ ગયા. ત્યાં બીજા આરોપી તેમને મળ્યા. બધાએ સાથે મળી દારૂ પીધો અને નશામાં આવી ગયા પછી સાંઈરામનું દોરડા વડે ગળું દબાવી દીધુ હતું. પછી આરોપીઓએ સૂર્યાપેટની મુસી નદીમાં સાંઈરામનો મૃતદેહ ફેંકી દીધો.

મૃતકના પિતા ક્ષત્રિય રામસિંહ મરીપેડા બાંગ્લા ગામની એક સરકારી શાળાના આચાર્ય છે, જેના પર પુત્રની હત્યાની સોપારીનો આરોપ છે. તેમની પત્ની ગૃહિણી છે. પરિવારે મૃતક સાંઈરામને વ્યસન મુક્તિ માટે હૈદરાબાદના પુનર્વસન કેન્દ્રમાં પણ મોકલ્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments