Homeદે ઘુમા કેજો આવું થયું તો મીરાબાઈ ચાનૂને ગોલ્ડ મેડલ મળી જશે

જો આવું થયું તો મીરાબાઈ ચાનૂને ગોલ્ડ મેડલ મળી જશે

Team Chabuk-Sports Desk: ટોક્યો ઓલિમ્પિકમાં 2020માં ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂને ગોલ્ડ મેડલ મળી શકે છે. ભારત માટે સિલ્વર મેડલ મેળવનારી મારાબાઈ ચાનૂ માટે ગોલ્ડ મેડલની આશા જાગી છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી ચીનની વેઈટલિફ્ટર ઝીહુઈ હોઉ પાસેથી ગોલ્ડ મેડલ પરત લેવાઈ શકે છે. ઝીહુઈનો ડોપિંગ ટેસ્ટ થશે. જો આ ટેસ્ટમાં તે નિષ્ફળ રહી તો મીરાબાઈ ચાનૂને સિલ્વર મેડલની જગ્યાએ ગોલ્ડ મેડલ આપવામાં આવશે

સમાચાર એજન્સી ANIએ આ અંગે સૂત્રોના હવાલાથી માહિતી આપી છે કે, હોઉને ટોક્યોમાં રહેવા માટે કહેવાયું છે અને આ દરમિયાન તેનું ડોપિંગ ટેસ્ટ થશે.ઉલ્લેખનયી છે કે, ચીની ખેલાડી ઝીહુઈ હોઉએ ઓલિમ્પિકના બીજા દિવસે એટલે કે શનિવારે કુલ 210 કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે 210 કિલોગ્રામ ઉઠાવીને નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો.નિયમ પ્રમાણે કહેવાયું છે કે, જો કોઈ ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહે તો સિલ્વર જીતનારા ખેલાડીને ગોલ્ડ મેડલ મળશે. મીરાબાઈ ચાનૂએ શનિવારે ટોક્યો ઈન્ટરનેશનલ ફોરમમાં મહિલાઓના 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ મેળવી ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો.

મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 87 કિલોગ્રામ અને ક્લીન એન્જ જર્કમાં 115 કિલોગ્રામ એમ કુલ 202 કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી લીધો છે. મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતની 21 વર્ષની રાહને પરિપૂર્ણ કરી દીધી છે. આ પહેલા વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં ભારતીય વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીએ ભારતને મેડલ અપાવ્યો હતો. ત્યારે 21 વર્ષ બાદ મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

આ સિદ્ધી બદલ મણીપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે મીરાબાઈ ચાનૂને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, હવે તમે રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ટિકિટ નહીં લો. હું તમારા માટે એક વિશેષ પદ અનામત રાખુ છું. મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments