Team Chabuk-National Desk: હિમાચલ પ્રદેશના કિન્નોરમાં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી. લાંબા સમય સુધી ઘરમાં કેદ લોકોને છૂટ મળતાં તેઓ પર્યાવરણનો આનંદ માણવા માટે પહોંચ્યા. જો કે, તેમના પર પથ્થરો મોત બનીને વરસ્યા. ભૂસ્ખલનમાં કુલ 9 લોકોના મૃત્યુ થયા. આ ઘટનાનો એક આયુર્વૈદિક ડોક્ટર પણ ભોગ બની છે. તેણે મોત પહેલાં અડધા કલાક પહેલાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તે છેલ્લા પોઈન્ટ પર ઉભી છે જ્યાં સુધી નાગરિકોને જવાની અનુમતી છે. અહીથી 80 કિલોમીટર દૂર તીબેટ છે જેના પર ચીને કબજો કર્યો છે.
પહેલી અને છેલ્લી સોલો ટ્રીપ
દીપા શર્મા સોશિયલ મીડિયા પર બહુ સક્રીય હતી. તે પહેલીવાર સોલો ટ્રીપ પર ગઈ હતી. અને સતત તેની યાત્રા વિશે સોશિયલ મીડિયા પર અપડેટ આપી રહી હતી. પ્રકૃતિ સાથે લોકોને પણ રૂબરૂ કરાવી રહી હતી. પરંતુ દીપા શર્મા કે તેની સાથે સોશિયલ મીડિયા પર જોડાનારા કોઈ વ્યક્તિને અંદાજો પણ ન હતો કે આ તેનની પહેલી અને છેલ્લી સોલો ટ્રીપ હશે.
Standing at the last point of India where civilians are allowed. Beyond this point around 80 kms ahead we have border with Tibet whom china has occupied illegally. pic.twitter.com/lQX6Ma41mG
— Dr.Deepa Sharma (@deepadoc) July 25, 2021
લેન્ડસ્લાઈડમાં જીવ ગુમાવનારી ડૉક્ટર દીપા શર્માએ એક દિવસ પહેલાં પણ એક ફોટો શેર કર્યો હતો. જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, પ્રકૃતિ વગર જીવન કઈ જ નથી.
Life is nothing without mother nature. ❤️ pic.twitter.com/5URLVYJ6oJ
— Dr.Deepa Sharma (@deepadoc) July 24, 2021
કાળ બનીને ત્રાટક્યા પથ્થર
કિન્નોરમાં આ દુર્ઘટના રવિવારે બપોરે દોઢ વાગ્યા આસપાસ બની હતી. સાંગલા-છિતકુલ રોડ પર અચાનક પહાડ પરથી પથ્થર પડવા લાગ્યા હતા. આ પથ્થરે નીચે આવતા-આવતા તબાહી સર્જી દીધી હતી. પથ્થર પડતાં સમગ્ર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે. નીચે નદીમાં મોટા પથ્થરો પડતાં દૂર-દૂર સુધી પાણી ઉડ્યું હતું. આ દરમિયાન પૂલ પર એક પથ્થર પડ્યો હતો જેણે માત્ર થોડી જ ક્ષણોમાં તાસના પત્તા જેમ પૂલનો વિનાશ કરી નાખ્યો હતો.
9 dead and 3 injured as a bridge in #SanglaValley of Kinnaur collapses. #HimachalPradeshpic.twitter.com/j0QgnO0sO0
— Shivangi Thakur (@thakur_shivangi) July 25, 2021
આ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત