Homeસિનેમાવાદઅલવિદા ‘અભિનયની દેવી’, જયંતી પાંચ ભાષાઓની ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

અલવિદા ‘અભિનયની દેવી’, જયંતી પાંચ ભાષાઓની ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Team Chabuk-Entertainment Desk: હિન્દી અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ વધુ એક દિગ્ગજ કલાકારને ગુમાવ્યા છે. સોમવાર સિનેજગત માટે શોકમય બન્યો છે. કન્નડ અને હિન્દી ફિલ્મના જાણીતા અભિનેત્રી જયંતીનું નિધન થયું છે. તેમણે 76 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. વહેલી સવારે તેમણે પોતાના બેંગલુરૂ સ્થિત ઘરમાં ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. રાત્રે ઊંઘી ગયા બાદ તેઓ સવારે ઉઠ્યા જ નહીં. જયંતીના દીકરા કૃષ્ણ કુમારે તેમના નિધનની પુષ્ટી કરી હતી. છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા. ફિલ્મ જગતના કલાકારો તેમજ નેતાઓ અને ફિલ્મ રસિકોએ તેમના શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પાંચ ભાષામાં કર્યું કામ

જયંતીએ પોતાની કારકીર્દિમાં કન્નડ ઉપરાંત તામિલ, તેલુગૂ, મલયાલમ અને હિંદી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દીમાં તેમને 60ના દશકામાં ‘તીન બહુરાનિયાં’, ‘તુમસે અચ્છા  કૌન હૈ’ અને ‘ગુંડા’માં કામ કર્યું છે.

‘અભિનયની દેવી’ તરીકે ઓળખાતા

અભિનયની દુનિયામાં જયંતીનો ખુબ મોટો ફાળો રહ્યો છે.  તેઓ ‘અભિનય શારદે’ એટલે કે અભિનયની દેવી તરીકે પણ જાણીતા હતા. 1960થી લઈને 80ના દાયકા સુધીમાં તેણે કુલ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને 7 વાર કર્ણાટક રાજ્ય ફિલ્મ એવોર્ડ અને બે વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત તેમને અન્ય કેટલાય એવોર્ડથી સન્માનિત કરાયા છે.

જયલલિતા સાથે પણ કર્યું હતું કામ

જયંતીનો જન્મ 6 જાન્યુઆરી 1945માં કર્ણાટકમાં થયો હતો. પોતાના કરિયરની શરૂઆત તેમણે બાળ કલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ તો તેમણે અભિનય ઉપરાંત પ્રોડક્શન અને ગાયકીમાં પણ હાથ અજમાવ્યો હતો. બહું જ સુંદર અને સારી અભિનેત્રીઓમાં ગણના થતી જયંતીએ જેમિની ગણેશન, MGR અને જયલલિતા જેવા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે.

યેદિયુરપ્પાએ વ્યક્ત કર્યું દુઃખ

તેમના નિધન પર કન્નડ ફિલમ જગતમાં શોકની લહરે છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. યુદિયુરપ્પાએ ટ્વીટ સંદેશમાં લખ્યું છે કે, ફિલ્મ ઉદ્યોગમાં તેમનું યોગદાન બહું મોટું છે. કન્નડ ફિલ્મ ઉદ્યોગ માટે આ ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments