Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ની 40મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમવામાં આવ્યો હતો. આ મેચમાં હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એક ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. એ આઈપીએલના પાવરપ્લે એટલે કે પ્રથમ છ ઓવરમાં પચાસ કરતા વધારે વિકેટ લેનાર બોલરોની ક્રમણિકામાં સામેલ થઈ ગયો છે.

ભુવનેશ્વરે રાજસ્થાનના એવિન લુઈસની વિકેટ લેતા જ આ ઉપલબ્ધિ મેળવી લીધી હતી. તેણે લુઈસને 6 રન પર અબ્દુલ સમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ ઉપલબ્ધિ મેળવવામાં પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન અને હૈદરાબાદના જ તેના સાથી ખેલાડી સંદીપ શર્મા બાદ ભુવી ત્રીજો બોલર બન્યો છે.

ઝહીર ખાને બેંગ્લોર, મુંબઈ અને દિલ્હી ત્રણે ફ્રેન્ચાઈઝી તરફથી આઈપીએલના મેચ રમ્યા છે. તેણે લીગ પાવરપ્લેમાં કુલ 50 વિકેટ પોતાના નામે કર્યા હતા. ઝહીર ખાનના નામે આઈપીએલમાં કુલ 100 મેચમાં 102 વિકેટ બોલી રહી છે. સંદીપના ખાતામાં આઈપીએલના પાવરપ્લેમાં 53 વિકેટ છે. સંદીપે લીગમાં કુલ 99 મેચ રમ્યા અને 113 વિકેટ લીધી છે.

ભુવનેશ્વરે અત્યાર સુધીમાં આઈપીએલમાં 130 મેચ રમ્યા અને 142 વિકેટ લીધી. આ સિવાય તેણે ભારત માટે 21 ટેસ્ટ, 119 વનડે અને 51 ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય મેચ પણ રમ્યા છે. ટેસ્ટમાં તેના નામે 63 વિકેટ, વનડેમાં 141 વિકેટ અને ટી ટ્વેન્ટીમાં 50 વિકેટ છે. ભુવનેશ્વર યૂએઈ અને ઓમાનમાં યોજાનારા ટી ટ્વેન્ટી વિશ્વકપની ભારતીય ટીમમાં પણ છે. તેનું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય ટીમના ફાયદામાં રહેશે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા