Team Chabuk-Cinema Desk: લતા મંગેશકર 28 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાનો 91મો જન્મદિવસ મનાવશે. સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરનું હિન્દી સિનેમામાં નામ પ્રથમ પંક્તિના ગાયકોમાં લેવામાં આવે છે. પોતાના જન્મદિવસની આ ખાસ ક્ષણે પોતાના હિતેચ્છુઓ અને પ્રશંસકો માટે લતા મંગેશકર એક ભેટ લઈ આવ્યા છે. 22 વર્ષ પહેલા લતા મંગેશકરના કંઠે રેકોર્ડ કરવામાં આવેલું ગીત ‘सब ठीक तो है, लेकिन सब ठीक नहीं लगता’ લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ગીત એક ફિલ્મમાં સમાવિષ્ટ થવાનું હતું, કમનસીબે એ ફિલ્મ કોઈ દિવસ પૂર્ણ જ ન થઈ. આ ગીતને ફિલ્મના નિર્માણકાર્ય પૂર્વે જ તૈયાર કરી લેવામાં આવ્યું હતું. આ ગીત સાથે બીજી બે ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિ પણ સંકળાયેલી છે. ગીતના શબ્દો ગુલઝાર સાહેબે લખેલા છે તો તેનું સંગીત પ્રતિષ્ઠિત દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતની ખાસિયત એ છે કે તેને વર્તમાન સમયના ઉપલક્ષ્યથી ન તો રિમિક્સ કરવામાં આવ્યું છે કે ન તો તેમાં કોઈ જાતનું પરિવર્તન કરવામાં આવ્યું છે.

22 વર્ષ બાદ રિલીઝ થનારા આ ગીતને લઈ લતા મંગેશકર દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે આ સંદર્ભે કહ્યું કે, સંગીત મારું જીવન છે અને અત્યાર સુધી હું ગાતી આવી છું. વિશાલ ભારદ્વાજે આપેલ સંગીત અને ગુલઝારે શબ્દબદ્ધ કરેલું ગીત સૂરિલું છે. ગુલઝારજીનો કોઈ જવાબ નથી. વિશાલ ભારદ્વાજે એ સમયમાં જે ગીતો બનાવ્યા તે ખૂબ જ સારા હતા. આ પહેલા માચીસમાં પણ તેમણે કમાલ કરી બતાવી હતી. એ સમયનું જ આ ગીત છે.

વિશાલ ભારદ્વાજ અને ગુલઝારજીની સાથે વધુ એક ફિલ્મ પર વાતચીત કરતા લતા મંગેશકરે કહ્યું કે, એ પછી તો અમે વધુ એક ફિલ્મ માટે ગીત રેકોર્ડ કર્યું હતું. ગીત ગુલઝારજીએ જ લખ્યું અને સંગીત પણ વિશાલનું હતું. એ આજે રિલીઝ થયેલું ગીત છે. જોકે એ પિક્ચર બની જ નહીં. એ ફિલ્મમાં અમારું જે ગીત રેકોર્ડ થયું હતું, એ ગીત લોન્ચ કરી રહ્યા છીએ. મને આશા છે કે સાંભળનારાઓને પસંદ આવશે. તેના બોલ અને ધૂન પણ ગમશે, કારણ કે વિશાલ ભારદ્વાજ ખૂબ સારા સંગીતકાર છે. મારી શુભકામનાઓ છે કે આ ગીત સારું ચાલે અને લોકો અભિનંદન પાઠવે.

લતા મંગેશકર પાસેથી વખાણ સાંભળ્યા બાદ વિશાલ ભારદ્વાજ ઘણા જ ખૂશ છે. જ્યારે તેમને લતા મંગેશકરે કરેલા તેમના કામના વખાણ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે, લતાજીના મુખેથી વખાણ સાંભળ્યા બાદ મને લાગે છે કે બસ મારા પગ જમીન પર રહે. આ મારા માટે ખૂબ મોટું કોમ્પલિકેટ છે. કદાચ આ દિવસ માટે જ જીવન મળેલું છે.

આ વિષય પર ગુલઝાર સાહેબે કહ્યું કે, આજના સમયમાં એ સારી વાત છે કે લોકો ખૂદને ગીતની સાથે સાંકળી રહ્યા છે. વિશાલ ખૂબ જ ભાગ્યશાળી માણસ છે કે આ ગીતનું રિમિક્સ કરવાથી તેઓ બચી ગયા. અન્યથા રિમિક્સ બધું ખરાબ કરી નાખે છે. અહીં સંગીત અને શબ્દ પોતાના સમયને સાથે લઈ ચાલે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત