Team Chabuk-Sports Desk: ટેસ્ટમાં દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકેનો આઈસીસીનો એવોર્ડ જીતનાર સ્ટીવ સ્મિથ ટેસ્ટનો એમનેમ જ શ્રેષ્ઠ ખેલાડી તો નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથનું બેટ શાંત હતું. સિડનીના મેદાનમાં સ્ટીવ સ્મિથનું બેટ રેકોર્ડોની વણઝાર સ્થાપવા માંડ્યું છે. જે લોકો તેની આલોચના કરતા હતા એ જ તેની પ્રશંસા કરી રહ્યા છે.
Let's keep 'pinking up' to show support for those experiencing breast cancer! 💕
— Cricket Australia (@CricketAus) January 10, 2021
If the #AUSvIND Vodafone Pink Test goes to day five, tickets will be available via Tickettek from 6pm tonight, with entry being a donation to the @McGrathFdn! pic.twitter.com/5b92I1ej7L
ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને પહેલી બેટીંગ લીધી. ડેવિડ વોર્નર નિષ્ફળ જતા માત્ર પાંચ રનમાં આઉટ થઈ ગયો. એ પછી વિલ પુકોવ્સ્કી અને માર્નસ લાબુશેને બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધવી. તો ચોથા સ્થાને સ્ટીવ સ્મિથ બેટીંગ કરવા માટે આવ્યો. સ્મિથે ટિકાકારોના મોં બંધ કરી દીધા. લાબુશેનની સાથે 100 રનની પાર્ટનરશિપ કરી. લાબુશેન 91 રન બનાવી પવેલિયન પરત ફર્યો. પણ સ્મિથે 131 રન બનાવ્યા. સ્મિથે ઉજવણી પણ ભરપૂર કરી.
A memorable day of Test cricket at the SCG!
— Cricket Australia (@CricketAus) January 8, 2021
Some tickets are still available for the iconic third day tomorrow: https://t.co/P0U9Eo4RQs #AUSvIND pic.twitter.com/3PUo3Otbtb
ઓસ્ટ્રેલિયાના 388 રનની સામે ભારતીય ઈનિંગ 244 રનમાં પૂર્ણ થઈ ગઈ. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર સસ્તામાં આઊટ થઈ ગયા. પુકોવસ્કી દસ રન બનાવીને તો વોર્નર ફરી નિષ્ફળ જતા 13 રન બનાવીને આઉટ થઈ ગયો. જોડન પછી લાબુશેન 73 રન બનાવીને આઉટ થયો. મેદાનમાંથી તેની વિદાય પછી સ્મિથે પોતાના પચાસ રન પૂર્ણ કર્યા. અંતમાં સ્મિથ 81 રન સાથે ફરી અશ્વિનનો શિકાર બન્યો. આટલી લાંબી પૂર્વભૂમિકા બાંધ્યા પછી હવે સ્મિથે સર્જેલા રેકોર્ડ પર જઈએ.
સ્મિથ હવે કોઈ પણ બેટ્સમેન દ્વારા બંને ઈનિંગમાં પચાસ કરતા વધારે રન કરવાની લિસ્ટમાં ચોથા નંબર પર છે. આ લિસ્ટમાં સૌથી ટોચ પર ઓસ્ટ્રેલિયાના ભૂતપુર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે. જેણે 15 વખત આ કારનામો કરી બતાવ્યો છે. બીજા નંબરે પાકિસ્તાનનો ખેલાડી ઈન્ઝમામ ઉલ હક અને વેસ્ટ ઈન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલ સંયુક્ત રીતે છે. જેમણે 11-11 વખત આ કારનામો કરી બતાવ્યો છે.
રેકોર્ડ અહીંથી નથી અટકતો. એક જ ટેસ્ટ મેચમાં સેન્ચુરી અને પચાસથી વધારે રન કરવાની લિસ્ટ ધરાવતા બેટ્સમેનોની યાદીમાં સ્મિથ સંયુક્તરૂપે ટોચ પર પહોંચી ગયો છે. સ્મિથે જેક કાલિસના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંનેએ આ કારનામો કુલ 11 ટેસ્ટ મેચોમાં કર્યો છે. બીજા નંબર પર રિકી પોન્ટિંગ છે જેણે 10 વખત સેન્ચુરી અને પચાસ કરતા વધારે રન કર્યા છે. વધારે એક વખત સ્મિથ 100 અને 50 કરી લેશે તો કાલીસનો રેકોર્ડ તોડી નાખશે.
આ સિવાય પણ સ્ટીવ સ્મિથના નામે વધારે એક રેકોડ નોંધાઈ ગયો છે. હવે તે ઘર આંગણે ભારતની વિરૂદ્ધમાં એક ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં પચાસ કરતા વધારે રન કરનારા બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે. સ્મિથ પહેલા રિકી પોન્ટિંગ અને ક્રિસ રોજર્સે આ કારનામો ત્રણ ત્રણ વખત કરી બતાવ્યો હતો. એટલું જ નહીં સ્ટિવ સ્મિથ ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં નવમાં નંબર પર પહોંચી ગયો છે. તેણે ડેવિડ બૂનના રેકોર્ડને તોડતા ટેસ્ટમાં 7449 રન કરી લીધા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત