Homeગામનાં ચોરેકમાણીમાં એલન મસ્કની કમાલ, કોઈ ન કરી શક્યું એ કરી બતાવ્યું

કમાણીમાં એલન મસ્કની કમાલ, કોઈ ન કરી શક્યું એ કરી બતાવ્યું

Team Chabuk International Desk: એલન મસ્ક. હાલ સિગ્નલ એપ સાથે આ નામ પણ ખૂબ ચર્ચામાં છે. ચારે તરફ એલન-એલન થઈ રહ્યું છે. એલન મસ્કનું નામ હવે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં ટોચ પર પહોંચી ગયું છે. છેલ્લા એક વર્ષમાં એલને દર કલાકે સરેરાશ 127 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એલન સૌથી ધનિક બન્યા બાદ પણ તેની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે.    

કોણ છે એલન મસ્ક

દક્ષિણ આફ્રિકામાં જન્મેલો એલન મસ્ક Tesla અને SpaceXનો CEO છે.. મસ્કના પિતા એન્જિનિયર હતા અને માતા મોડલ હતી. મસ્કના જીવનમાં અનેકવાર ઉતાર ચઢાવ આવી ચુક્યા છે. ચઢ્યો, પડ્યો અને ફરી ચઢ્યો. એક સમય તો એવો આવી ગયો હતો કે, એલન પાસે પોતાનું ઘર પણ ન હતું. તે દેવામાં ડૂબી ગયો હતો. વર્ષ 2020 દુનિયા માટે ભલે ખરાબ રહ્યું પરંતુ એલને સફળતાની સીડીઓ આ જ વર્ષે ચઢી છે. આ વર્ષે એલન મસ્કની સંપત્તિ 150 અરબ ડોલર વધી ગઈ છે.
એલને 12 વર્ષની ઉંમરે જ કોમ્પ્યુટરની દુનિયામાં મહારથ હાંસલ કરી લીધી હતી. 12 વર્ષની ઉંમરે તેણે એક બેઝિક આધારિત વીડિયો ગેમનો કોડ બનાવી લીધો હતો જેને 500 ડોલરમાં વેંચી દીધો હતો.


30 વર્ષે જ 300 મીલિયન ડોલરનો માલિક

30 વર્ષની ઉંમરે એલન મસ્કની સંપત્તિ અંદાજે 300 મિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. એટલે કે અંદાજે 20 અરબ રૂપિયાથી પણ વધુ. ફિઝિક્સ અને બિઝનેસમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ એલને જીપ-2 નામની કંપની બનાવી હતી જે ઓનલાઈન પબ્લીશિંગ અને સોફ્ટવેર બનાવતી હતી. આ સોફ્ટવેરનો ઉપયોગ મીડિયા ઈન્ડસ્ટ્રીમાં થતો. એલને 1999માં પોતાની આ કંપની કોમ્પ્યુટર બનાવતી કોમ્પેકને વેચી દીધી હતી. આમ, 30 વર્ષમાં જ તેણે 300 મિલિયન ડોલર કમાઈ લીધા હતા.
2002માં એલન મસ્કે સ્પેસએક્સ કંપનીની સ્થાપના કરી. 2004માં એલન ઈલેક્ટ્રીક કાર બનાવતી ટેસ્લાનો ચેરમેન બની ગયો હતો.

મસ્કની હાલની સંપત્તિ 188.5 અરબ ડોલર

શુક્રવારે 8 જાન્યુઆરીએ જ એલન મસ્કની સંપત્તિ અંદાજે 188.5 અરબ ડોલરે પહોંચી ગઈ છે. જે બાદ તે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો છે. આના એક દિવસ પહેલાં જ એલન મસ્કની નેટવર્થ 181.1 અરબ ડોલર હતી.


એક વર્ષમાં 150 અરબ ડોલર વધી સંપત્તિ

એક વર્ષમાં એલન મસ્કની નેટવર્થ 6 ગણી વધી ગઈ છે. એક વર્ષ પહેલાં એલન મસ્કની નેટવર્થ અંદાજીત 30 અરબ ડોલર હતી. એટલે કે એક વર્ષમાં તેમાં 150 અરબ ડોલરથી વધુનો ઉછાળો થયો. નિષ્ણાતોનું માનીએ તો આ ઈતિહાસમાં સૌથી તેજીથી થેયલા વેલ્થ ક્રિએશનનો મામલો છે. આટલી ઝડપી ગતિથી વેલ્થગ્રાફ પર અત્યાર સુધીમાં કોઈએ પ્રગતિ નથી કરી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments