Team Chabuk-Sports Desk: ભારત વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ મેચમાં ભારતની પકડ વધુ મજબૂત બની છે. પહેલાં દાવમાં વેસ્ટઈન્ડિઝને સસ્તામાં ઓલ આઉટ કરી બોલર્સ બાદ ભારતીય બેટ્સમેને મોરચો સંભળ્યો છે. ભારત તરફથી ઓપનિંગ કરતા યશસ્વી જયસ્વાલે ટેસ્ટ કારકીર્દિની પ્રથમ સદી ફટકારી છે. અને હવે તે 150 રન તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે રોહિત શર્માએ પણ પોતાના ટેસ્ટ કરિયરની વધુ એક સદી પોતાના નામે કરી છે. જયસ્વાલ અને રોહિત વચ્ચે પહેલી વિકેટ માટે 229 રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડોમિનિકાના વિંડસર પાર્ક મેદાન પર રમાઈ રહી છે.
Dream Test debut for Yashasvi Jaiswal 🔥
— ICC (@ICC) July 14, 2023
How it happened ➡️ https://t.co/jNI9E8d0hO #WIvIND | #WTC25 pic.twitter.com/rsI2Ac6kgv
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમ ખાસ કંઈ કરી શકી ન હતી. 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ ઝડપી હતી.
ભારતે પણ પ્રથમ દિવસે જ પ્રથમ દાવની શરૂઆત કરી હતી. ડેબ્યૂ કરી રહેલા યશસ્વી જયસ્વાલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતર્યો હતો. બંનેએ એક વિકેટના નુકસાને 229 રન બનાવ્યા હતા. યશસ્વી અને રોહિત બંને વ્યક્તિગત 100 રનનો આંકડો પાર કરી ગયા હતા. ત્યારબાદ રોહિત 103 રને એલીક એથનેઝનો શિકાર બન્યો હતો. જે બાદ શુભમન ગિલ મેદાનમાં આવ્યો હતો. જો કે, શુભમન માત્ર 6 જ રન બનાવી શક્યો હતો. હાલ યશસ્વી અને વિરાટ કોહલીએ મોરચો સંભાળ્યો છે. યશસ્વી 143 રન પર રમી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી 36 રનના સ્કોર પર અણનમ છે. હાલ ભારત પાસે 162 રનની લીડ છે.

બંને ટીમની પ્લેઇંગ-11
ભારત
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.
વેસ્ટઈન્ડિઝ
ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથનેઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત