Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ (subhman gill) પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ સારા અલી ખાન (sara ali khan) સાથે જોવા મળી રહ્યો છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં સારા અને શુભમન ગિલ સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો એરપોર્ટનો જણાવવામાં આવી રહ્યો છે. ફોટામાં તમે સારા અને શુભમન એકસાથે બેઠેલા જોઈ શકો છો. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. સારા અલી ખાન અને શુભમનના આ ફોટાએ ફરી એકવાર તેમના અફેરના સમાચારને લઈ ચર્ચા જગાવી છે.
લીક ફોટો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સારાનો આ ક્રિકેટર સાથેનો ફોટો લેટેસ્ટ છે કે જૂનો, તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સારા અને શુભમન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.આ પહેલા પણ બંને ઘણી એક સાથે જોવા મળ્યા છે. લોકોએ સારા અને શુભમનને ગુપચુપ મીટિંગ કરતા જોયા છે. સારાએ હજુ સુધી અફેરના સમાચાર પર મૌન તોડ્યું નથી. પરંતુ શુભમન તરફથી સંકેતો ચોક્કસ મળ્યા છે. સારા અને શુભમનના ડેટિંગના સમાચાર પહેલીવાર સામે આવ્યા જ્યારે બંને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. બંનેની સાથેની તસવીર જોરદાર વાયરલ થઈ હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત