Homeસિનેમાવાદ‘સ્ટાર બનવા માટે આદિલે મારો ઉપયોગ કર્યો’- પતિ પર રાખી સાવંતે લગાવ્યા...

‘સ્ટાર બનવા માટે આદિલે મારો ઉપયોગ કર્યો’- પતિ પર રાખી સાવંતે લગાવ્યા ગંભીર આરોપ

Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી રાખીના માતાનું હાલમાં જ નિધન થયું છે. બોલીવૂડની અનેક હસ્તીઓએ રાખીને શાંતવના આપી હતી. રાખી પતિ આદિલ ખાન સાથે પણ તેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયામા રાખી સાવંતના કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં તે પોતાના પતિ પર ગુસ્સે થઈને તેના પર છેતરપિંડીનો આરોપ લગાવતી જોવા મળી રહી છે. રાખીને જોઈને લાગે છે કે અભિનેત્રીના લગ્ન જોખમમાં છે.

વિરલ ભિયાણીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક વીડિયો શેર કર્યા છે, આ વીડિયોમાં રાખી રડતી જોવા મળી રહી છે. તે પતિ આદિલની વાત કરી રહી છે. તેને ચેતવણી પણ આપી છે. વીડિયોમાં રાખી કહે છે – મેં સત્ય સાથે ઈસ્લામ કબૂલ કર્યો છે. હું ઉમરાહ માટે જઈશ. હું 30 દિવસ ઉપવાસ કરીશ. હું ભગવાનમાં માનું છું અને હું સાચી પત્ની છું. હું નથી ઈચ્છતી કે તમે હવે આદિલનો કોઈ ઈન્ટરવ્યુ લો અને તેને સ્ટાર બનાવો. તે આજ ઇચ્છતો હતો. તેણે મારો ઉપયોગ કર્યો. તેણે મને કહ્યું કે તે છોકરીને છોડી દેશે. કુરાન પર શપથ પણ લીધા હતા. પરંતુ આદિલે તે છોકરીને બ્લોક ન કરી અને હવે તે છોકરી તેને બ્લેકમેલ કરી રહી છે.

અભિનેત્રીએ પતિ પર આરોપ લગાવતા કહ્યું- હવે મારી માતા નથી, મને કોઈ વાતનો ડર નથી. હું તે છોકરાને ચેતવણી આપવા માંગુ છું કે જ્યારે હું બિગ બોસ મરાઠીમાં હતી ત્યારે મારો ઘણો ફાયદો લેવામાં આવ્યો હતો. આદિલે મારા 8 મહિનાના લગ્નને ગુપ્ત રાખ્યા અને અન્ય યુવતીઓ સાથે અફેર ચાલુ રાખ્યા. અને મીઠી-મીઠી વાતો કરી. કહે છે કે હું તેમના માટે ભગવાન છું. પરંતુ એવું નથી. ભગવાન સાથે મારી સરખામણી ન કરો. હું માટી છું અને માટીમાં ભળી જઈશ. મારે પત્ની, બાળકોની માતા બનવું છે. હું એક માનવી બનવા માંગુ છું.

અંતે, રાખીએ કહ્યું કે તે હવે આદિલના અફેરના ફોટા અને વીડિયો હાલ નહી બતાવે. તે શાંત રહેશે. પરંતુ જ્યારે સમય આવશે, ત્યારે તે બધા રહસ્યો જાહેર કરશે. તેણે આદિલને ચેતવણી આપી છે અને તે બદલો લેવાના મૂડમાં હોવાનું જણાય છે. એવું લાગતું હતું કે રાખીનું અંગત જીવન ફરી એકવાર પાટા પર આવશે પરંતુ હવે તે દેખાતું નથી. રાખીની માતાના મૃત્યુ સમયે તેનો પતિ આદિલ તેની સાથે હતો. બધું બરાબર હતું. પરંતુ હવે રાખીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments