Team Chabuk-National Desk: બજેટ બાદ આમ આદમી પર મોંઘવારીનો માર વધવા લાગ્યો છે. અમૂલે (amul) પોતાના દૂધના (milk) ભાવમાં વધારો (price hike) ઝીંક્યો છે. અમૂલે અમૂલ પાઉચ દૂધની તમામ વેરાઈટીમાં લિટરે 3 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલે દૂધનો ભાવ વધારો કરતાં હવે લોકોના ખિસ્સા પર ભારણ વધી ગયું છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કરતાં હવે અન્ય કંપનીઓ પણ ભાવ વધારો કરે તેવું દેખાઈ રહ્યું છે.

અમૂલે આજે શુક્રવારે સવારે જ દેશની જનતાને ઝટકો આપ્યો છે. અમૂલે પોતાના નવા ભાવ જાહેર કર્યા છે. જેમાં અમૂલ તાજા 500 એમએલની કિંમત 27 રૂપિયા, અમૂલ તાજા લિટરની કિંમત 54 રૂપિયા, અમૂલ તાજા 2 લિટરની કિંમત 108 રૂપિયા, અમૂલ તાજા 6 લિટરની કિંમત 324 રૂપિયા, અમૂલ ગોલ્ડની 500 એમએલની કિંમત 33 રૂપિયા, અમૂલ ગોલ્ડ 1 લિટરની કિંમત 66 રૂપિયા જાહેર કરી છે. અમૂલ ગાયના 500 એમએલ દૂધની કિંમત 28 રૂપિયા અને લિટરની કિંમત 56 રૂપિયા કરવામાં આવી છે. જો કે આજે અમૂલે કરેલો આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહીં પડે. ગુજરાતમાં હાલના ભાવથી જ ગ્રાહકોને દૂધ આપવામાં આવશે. આ ભાવ વધારો અન્ય રાજ્યમાં લાગુ પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
