HomeસિનેમાવાદSubi Suresh Dies: એક્ટ્રેસ અને ટીવી હોસ્ટ સુબી સુરેશનું 42 વર્ષની ઉંમરે...

Subi Suresh Dies: એક્ટ્રેસ અને ટીવી હોસ્ટ સુબી સુરેશનું 42 વર્ષની ઉંમરે નિધન, લીવર સંબંધિત બીમારીથી પીડિત હતા

Team Chabuk-Entertainment Desk: ખબર નહીં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કોની નજર લાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી, એક પછી એક ઘણા સેલેબ્સના આકસ્મિક મૃત્યુએ દરેકના હૃદયને હચમચાવી દીધું છે. હવે મલયાલમ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કોમેડિયન અને ટીવી હોસ્ટ સુબી સુરેશનું નિધન થયું છે.

તાજેતરમાં, એસકે ભગવાન અને માયલસામી સિવાય, જુનિયર એનટીઆરના પિતરાઈ તારક રત્નાનું મોત થયું હતું. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ સતત ઝટકાથી બહાર પણ નીકળી શકી ન હતી કે હવે વધુ એક જોરદાર ફટકો સુબી સુરેશના રૂપમાં લાગ્યો છે.

મલયાલમ અભિનેત્રી અને ટીવી હોસ્ટ સુબી સુરેશનું આજે નિધન થયું છે. તેઓ 42 વર્ષના હતા અને લિવર સંબંધિત બિમારીથી પીડિત હતા. અભિનેત્રીની અલુવાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. સુબી સુરેશે પોતાની કારકિર્દીની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. પછી તેણે સ્ટેજ શોમાં કોમેડી કરવાનું શરૂ કર્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments