Homeદે ઘુમા કેT20ની પ્રથમ ડબલ સેન્ચુરી: 17 બોલમાં 17 સિક્સ ફટકારી ભારતનાં આ ખેલાડીએ...

T20ની પ્રથમ ડબલ સેન્ચુરી: 17 બોલમાં 17 સિક્સ ફટકારી ભારતનાં આ ખેલાડીએ 102 રન બનાવી નાખ્યા

Team Chabuk-Sports Desk: ક્રિકેટના સૌથી લઘુકાય T20 ફોર્મેટમાં ડબલ સેન્ચુરી એ કોઈ પણ ક્રિકેટ પ્રેમી માટે ઉત્તેજનાત્મક અને હેરાન કરી નાખનારી ઘટના હોવાની. આ કારનામો કરી બતાવ્યો છે દિલ્હીનાં ખેલાડી સુબોધ ભાટીએ. સુબોધે દિલ્હી ઈલેવન માટે આ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે પોતાના બ્લાસ્ટિંગ પ્રદર્શનથી અઢળક ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેણે એક ટી ટ્વેન્ટી મેચમાં સિમ્બા ટીમની વિરૂદ્ધ બેવડી ફટકારી હતી અને નોટઆઉટ 205 રનની ઈનિંગ રમી હતી.

ક્લબ ટી ટ્વેન્ટી મેચમાં રમતા સુબોધે નોટઆઉટ 205 રન બનાવ્યા હતા. તેની ઈનિંગની ખાસિયત એ રહી કે 102 રન માત્ર 17 બોલમાં બનાવ્યા હતા. અર્થાત્ 17 બોલમાં 17 સિક્સ ફટકારી હતી. આ સિવાય બાકીનાં 79 બોલમાં 17 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. વિરોધી ટીમ સુબોધ નામના કોયડાને ઉકેલી નહોતી શકી અને બાઉન્ડ્રી બહાર જતા એક એક બોલને અવાક બની જોતી રહી હતી.

સુબોધે ક્લબ ટી ટ્વેન્ટીમાં ઓપનિંગ બેટીંગ કરી હતી. રણજી ક્રિકેટર સુબોધની ટીમે કુલ 256 રન બનાવ્યા હતા. વિરોધી ટીમની સામે 250થી વધારેના સ્ટ્રાઈક રેટથી તેણે બેટીંગ કરી હતી. 20 ઓવરમાં ટીમે એક વિકેટના નુકસાન પર 256 રનનો પહાડ ઊભો કરી દીધો હતો. સુબોધે 201 રન બનાવ્યા જ્યારે ટીમના અન્ય બે ખેલાડીઓએ મળીને કુલ 31 રન બનાવ્યા હતા.

ટી ટ્વેન્ટી ઈતિહાસના દિગ્ગજ બેટ્સમેનોની જો વાત કરવામાં આવે તો આઈપીએલમાં ક્રિસ ગેલ, આંદ્રે રસેલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ જેવા કેટલાક નામો સામે આવે છે. જે પોતાની વિસ્ફોટક ઈનિંગના સહારે બોલર્સને ધૂળ ચટાવી દે છે. ટી ટ્વેન્ટી ફોર્મેટમાં ક્રિસ ગેલના નામે કુલ 6 સેન્ચુરી બોલે છે. જ્યારે વિરાટ કોહલીના નામે 5 સેન્ચુરી બોલે છે. સુબોધે આ પહેલા પણ પોતાના આક્રામક પ્રદર્શનના સહારે દિલ્હીની ટીમને મહત્ત્વની જીત અપાવી છે. આવનારા સમયમાં સુબોધનું પ્રદર્શન કેવું રહેશે તેના પર દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીની નજર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments