Team Chabuk-National Desk: કોરોનાના વધતા કેસને લઈને તંત્ર હવે ગમે તે ભોગે તેને ડામવા માગે છે. આ કારણે જ મધ્યપ્રદેશ સરકાર હવે કડક બની છે અને કોરોનાની નવી માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. નવી ગાઈડલાઈન અનુસાર મધ્યપ્રદેશના ભોપાલ, ઈન્દોર અને જબલપુરની સાથે જ બૈતૂલ, છિન્દવાડા, ખરગૌન અને રતલામ સહિતના શહેરોમાં રવિવારે લોકડાઉન રહેશે. 31 માર્ચ સુધી સ્કૂલ અને કોલેજ પણ બંધ રહેશે. હોળીના દિવસે પણ સાર્વજનિક જગ્યાઓ પર ભીડ એકત્રિત કરી રંગે રમવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેથી ટોળા ન થાય અને કોરોના ન ફેલાય.
કોરોના વાઈરસના કારણે આ શનિવારે મધ્યપ્રદેશના ઉપરોક્ત શહેરોમાં શનિવાર રાતના દસ વાગ્યાથી લોકડાઉન લાદી દેવામાં આવશે. જે પછી સોમવારે સવાર સુધી મધ્યપ્રદેશનો કોઈ વિસ્તાર ખુલશે નહીં. દુકાનોથી લઈને એક એક જગ્યા સજ્જડ બંધ રહેશે અને પોલીસ ખડેપગે રહેશે.
મધ્યપ્રદેશના જે જિલ્લાઓમાં વીસ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે ત્યાં લગ્ન પ્રસંગમાં 50 અને અગ્નિસંસ્કારમાં 20થી વધારે લોકો સામેલ નહીં થાય. સાથે જ આવા જિલ્લાઓમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં સાથે બેસીને જમવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
તો બીજી તરફ મધ્યપ્રદેશની સરકાર સાયરન વગાડીને હવે કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે જનતાને અલર્ટ કરશે. આવું ગઈકાલે મંગળવાર પણ થયું હતું. સાંજના સાત વાગતાની સાથે જ સાયરન વાગવા લાગ્યું હતું અને જનતા ચોંકી ગઈ હતી. આ સાયરન કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવાથી અટકાવવા માટે અને જનતાને માર્ગદર્શિકાનું પાલન કરવા માટે વગાડવામાં આવે છે.
આ સમયે પોલીસ પ્રશાસન જનતાને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતનો આગ્રહ કરે છે. જણાવી દઈએ કે આ અભિયાનને એક અઠવાડિયા સુધી સતત ચલાવવામાં આવશે. ગુજરાતની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં લોકડાઉનનું કોઈ આયોજન નથી. માત્ર રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે. ખૂદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કહી ચૂક્યા છે, કે ગુજરાતમાં લોકડાઉનની કોઈ વાત જ નથી. માત્ર રાત્રિ કરફ્યૂ છે. ત્યારે ગુજરાતને આવનારા સમયમાં રાત્રિ કરફ્યૂના કારણે કોરોનાથી રાહત મળે છે કે પછી નહીં તે જોવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત