Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમ કોઈ આઈસીસી ટ્રોફી જીતી હોય તેને આઠ વર્ષનાં વહાણ વીતી ગયા છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ એક પણ આઈસીસી ટ્રોફી જીતી નથી. 2013માં અંતિમ વખત ટીમ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જોકે એ પછી ટ્રોફી જીતવાની નજીક પહોંચી પણ ટ્રોફીને સ્પર્શી ન શકી. હવે મર્યાદિત ઓવરની રમતમાં સુકાની રોહિત શર્મા છે. આવતા બે વર્ષમાં બે વિશ્વકપ બેક ટુ બેક આવવાના છે. ત્યારે રોહિત શર્મા પાસેથી ટી ટ્વેન્ટી અને વનડે વિશ્વકપ જીતની આશા ભારતીય ફેન્સ સેવી રહ્યા છે.
બીજી બાજુ દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને આગામી વિશ્વકપ માટે મહત્વના સૂઝાવ આપ્યા છે. આ માટે તેમણે 1983ના વિશ્વકપનું ઉદાહરણ પણ આપ્યું છે. ગાવસ્કરે કહ્યું છે કે ભારતને આગામી વર્ષનો ટી ટ્વેન્ટી વિશ્વકપ અને તેના પછી 2023નો વનડે વિશ્વકપ જીતવો હશે તો ટીમમાં બે ઓલરાઉન્ડરની જરૂર પડશે.
ગાવસ્કરે સ્પષ્ટીકરણ કરતા કહ્યું કે 1983ના વિશ્વકપમાં તેમનું વિજય થવાનું મુખ્ય કારણ ઓલરાઉન્ડર જ હતા. ભારતીય ટીમને નવી ઊંચાઈ સુધી પહોંચાડવામાં હંમેશાં ઓલરાઉન્ડરની મહત્વની ભૂમિકા રહી છે. 1983, 2007 અને 2011ના વિશ્વકપ દરમ્યાન ટીમમાં ઘણા ઓલરાઉન્ડર હતા.
એક અંગ્રેજી અખબારમાં લખેલી કોલમમાં ગાવસ્કરે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડરની જે ક્ષતિ છે તેના પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું કે, આ 14 ખેલાડી અને મેનેજરવાળી સ્કવૉડ હતી. જેમાં અમે કમાલ કરી દેખાડ્યો. એ સમયે કોઈ પ્રકારની ફિલ્ડીંગનો અંકુશ નહોતો. ન તો ઓવરમાં બાઉન્સ બોલ નાખવાની સંખ્યાને લઈ કોઈ રોકટોક હતી. લાલ કલરની બોલનો ઉપયોગ થતો હતો જે અંગ્રેજી કન્ડિશનમાં ઘુમવાનું (ફિરકી) છોડતી નહોતી. એ ટીમ ઓલરાઉન્ડર્સથી ભરેલી હતી. એ જ મર્યાદિત ઓવરની ક્રિકેટ ટીમની સફળતાનો મૂળ મંત્ર છે.
સુનીલ ગાવસ્કરે 1983 પછીના બે વિશ્વકપની જીતનું સ્મરણ કરતા વધુમાં કહ્યું કે, ત્યાં સુધી કે વર્ષ 2007ના ટી ટ્વેન્ટી વિશ્વકપ અને 2011ના 50 ઓવરના વિશ્વકપમાં પણ ભારતની પાસે એવા ખેલાડીઓ હતા જે બેટ અને બોલ બેઉંથી યોગદાન આપતા હતા. એટલે જો ભારત બે ઓલરાઉન્ડર શોધી લે છે તો ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી ટ્વેન્ટી વિશ્વકપ અને તેના પછી 2023માં 50 ઓવરના વિશ્વકપમાં આપણી જીતની સંભાવનાઓ વધી જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
