Homeગામનાં ચોરેમધ્યાહન ભોજન ખાધા બાદ 80 બાળકોને હોસ્પિટલ ખસેડવા પડ્યા, પછી ખબર પડી...

મધ્યાહન ભોજન ખાધા બાદ 80 બાળકોને હોસ્પિટલ ખસેડવા પડ્યા, પછી ખબર પડી કે જમવામાં ગરોળી પડી ગઈ હતી

Team Chabuk-National Desk: કર્ણાટકના હાવેરી જિલ્લામાં આવેલ ટંડા ગામની વેંકટપુરા નામની એક સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ એંસી બાળકો બીમાર પડી ગયા હતા. તેમના મધ્યાહન ભોજનમાંથી મરી ગયેલી ગરોળી મળી આવી હતી. બીમાર પડેલા એંસી વિદ્યાર્થીઓને રાનીબેન્નૂર ટાઉનની સરકારી હોસ્પિટલમાં તાબડતોડ ખસેડવામાં આવ્યા હતા.

શાળા પ્રશાસનના જણાવ્યા અનુસાર, બાળકો ઈલાજ બાદ ઠીક થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લા પ્રશાસને શાળા પ્રશાસનને લાપરવાહી દેખાડવાના આરોપસર કાર્યવાહી કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જણાવી દઈએ કે દક્ષિણમાં આ પ્રથમ વખત નથી. આ પૂર્વે તમિલનાડુની એક સરકારી શાળામાં ઈંડામાં ખદબદતા કિડા મળ્યા હતા. કિંડરગાર્ટનના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ઈંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તો હાલમાં જ ઘટેલી બીજી એક ઘટના પણ જણાવી દઈએ, મહારાષ્ટ્રના પુણેમાં એક પ્રશિક્ષણ સંસ્થાનની લગભગ 30 છોકરીઓ ક્રિસમસ ઉત્સવમાં ભોજન કર્યાં બાદ ફૂડ પોઈઝનિંગના કારણે બીમાર પડી ગઈ હતી. ભોર તાલુકામાં ઘટેલી આ ઘટનાને કારણે કેટલીય છોકરીઓને હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છોકરીઓની સ્થિતિ સ્થિર છે. તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે અને આદેશ આપી દેવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments