Homeગામનાં ચોરેસવા વર્ષથી આ વ્યક્તિ સેનાની ગુપ્ત માહિતી ISI સુધી પહોંચાડતો હતો

સવા વર્ષથી આ વ્યક્તિ સેનાની ગુપ્ત માહિતી ISI સુધી પહોંચાડતો હતો

Team Chabuk-National-Desk : પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને ભારતીય સેનાની ગુપ્ત માહિતી બદલ એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ જેસલમેર જિલ્લાના પોકરણ ફાયરિંગ રેન્જ નજીકના લાઠી ગામથી એક શખ્સની અટકાયત કરી હતી. પૂછપરછ કરાયા બાદ તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે પછી તેની ધરપકડ કરી લેવાઈ છે. ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ સત્યનારાયણ પાલિવાલ તરીકે થઈ છે. સત્યનારાયણે અનેક ઘટસ્ફોટ કર્યા છે. જે બાદ હવે સેનાએ વધુ તપાસ શરૂ કરી છે. સત્યનારાયણે દાવો કર્યો છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.  

સત્યનારાયણે દાવો કર્યો છે કે, સોશિયલ મીડિયા પર આઈએસઆઈ સાથે સંકળાયેલી અનેક યુવતીઓ તેની સાથે લાઇવ ચેટિંગ કરતી હતી. લાઈવ ચેટિંગ દરમિયાન આ યુવતીઓ પોતાના કપડાં પણ ઉતારી નાખતી હતી. એક પછી એક કપડાં ઉતારી તે સત્યનારાયણ પાસેથી દેશની સુરક્ષા સાથે જોડાયેલી તમામ ગુપ્ત માહિતીઓ મેળવી લેતી હતી. 

સત્યનારાયણે એવું પણ કબૂલ્યું છે કે, માહિતી આપવાના બદલમાં તેને ક્યારેય રૂપિયા મળ્યા નથી. અંદાજે સવા વર્ષથી તે ISI સાથે સંકળાયેલો છે. અને સવા વર્ષથી સેનાની ગુપ્ત માહિતી તે ISI સુધી પહોંચાડી રહ્યો હતો.

કોણ છે સત્યનારાયણ  ?

લાઠી ગામના વિસ્તારોમાં સત્યનારાયણની સારી એવી ઓળખાણ છે. અહીનાં વિસ્તારોના લોકો સત્યનારાયણને પાલીવાલ નેતાજી તરીકે ઓળખે છે. લોકોએ કહ્યું કે, આ વિસ્તારમાં સત્યનારાયણનો રાજકીય રીતે પણ દબદબો છે. એટલે જ તે સરળતાથી તેના કાળા કારનામાઓને પાર પાડી દેતો હતો. બીજી તરફ તે ISI  સાથે જોડાયેલો છે તેની કોઈન પણ શંકા ન ગઈ, કારણ કે તેની સ્થાનિક રાજકારણીઓ સાથે તેમજ પોલીસ સાથે સારી એવી ઓળખ હતી. આ જ કારણોસર ISIની નજર સત્યનારાયણ પર પડી હોઈ શકે છે. અને જો તેનો દાવો સાચો હોય તો ISIએ તેનો ઉપયોગ કરવા માટે હનીટ્રેપમાં ફસાવ્યો હોઈ શકે છે.

સત્યનારાયણની ભાભી સરપંચ હતી 

સેના લાઠીગામની નજીક આવેલી ફાયરિંગ રેન્જની દરેક માહિતી સરપંચને આપે છે. જેથી સરપંચ ગ્રામજનોને તે વિસ્તારથી દૂર રાખી શકે અને ચેતવણી આપી શકે. તપાસમાં સામે આવી ચુક્યું છે કે, સત્યનારાયણના ભાઈની પત્ની સરપંચ રહી ચુકી છે. આ ઉપરાંત સત્યનારાયણ પણ સરપંચના પ્રતિનિધિની ભૂમિકા નિભાવી ચુક્યો છે. આ રીતે સેના પાસેથી જે ગુપ્ત માહિતી મળી તે માહિતી તેણે ISI સુધી પહોંચાડી દીધી.

પત્રકાર હોવાનો યુવતીઓ કરતી દાવો

સોશિયલ મીડિયા પર 5 છોકરીઓ ગૃપ બનાવીને સત્યનારાયણ સાથે સતત વાતો કરતી હતી. લાઇવ ચેટિંગ દરમિયાન આ યુવતીઓએ એક પછી એક સત્યનારાયણની સામે કપડાં ઉતારવા લાગતી હતી. આવી સ્થિતિમાં, સત્યનારાયણ પોતા પર કાબૂ ગુમાવી બેસતો અને સેનાને લગતી મહત્વપૂર્ણ માહિતી પોપટની જેમ તેમને આપી દેતો. આ પાંચ યુવતીઓમાં એક સોનિતા કુમારી નામની યુવતી હોવાનો દાવો કરાયો છે. સોનિતાએ દાવો કર્યો હતો કે, તે એક પ્રતિષ્ઠિત હિન્દી દૈનિક અખબારની સંપાદક છે અને બાકીની યુવતીઓ તેની સાથે કામ કરી રહી છે.

ISIએ સત્યનારાયણનો સંપર્ક કેવી રીતે કર્યો ?

ISIએ પશ્ચિમી રાજસ્થાનમાં કેટલાય સ્લીપર સેલને સક્રિય બનાવ્યા છે. કારણ કે આ વિસ્તારમાં લશ્કરી પ્રવૃત્તિઓ હંમેશાં ચાલુ રહે છે. આવી સ્થિતિમાં સેલના એજન્ટે આઈએસઆઈને માહિતી આપી હતી કે સત્યનારાયણ પાલીવાલ પાસે સૈન્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી છે. તેણે સત્યનારાયણનો મોબાઇલ નંબર પાક ગુપ્તચર એજન્સીને પણ મોકલ્યો હતો. ત્યારબાદ આઈએસઆઈએ તેને ફસાવવા આ છોકરીઓનો ઉપયોગ કર્યો હતો. થોડા જ દિવસોમાં યુવતીઓ તેની મીઠી-મીઠી વાતોમાં સત્યનારાયણને ફસાવી લીધો હતો.

ISIનું હનીટ્રેપકાંડ

ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે, પશ્ચિમ રાજસ્થાનમાં હનીટ્રેપને લગતા તમામ કેસોમાં આ છોકરીઓ સમાન છે. તેમના અવાજની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, ગત વર્ષે હનીટ્રેપમાં ફસાયેલા સેનાના બે જવાનોને પણ આ યુવતીઓએ જ ફસાવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments