Team Chabuk-International Desk: એક વ્યક્તિએ પોતાની જ પત્નીને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી. આ રાક્ષસી કૃત્ય કરવા માટે તેણે ચાર ચાકુની મદદ લીધી અને પછી ચહેરા પર ત્રણસોથી વધારે ઘા કરી તેની ઠંડે કલેજે હત્યા કરી નાખી. પતિની બર્બરતા પર કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. કોર્ટે પુરુષની દીકરીનું સ્ટેટમેન્ટ લીધું હતું જેમાં તેણે તેના પિતાને રાક્ષસ ગણાવ્યો હતો જેણે તેની ભાર્યાના ચહેરા પર ત્રણસો ચાકુના ઘા માર્યા હતા અને તેના ચહેરા પર અફસોસની રેખા પણ દેખાતી નહોતી.
આ સમગ્ર ઘટના બ્રિટનના લિવરપુલની છે. ધ સન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલના આધારે અહીં વસતા જ્યોર્જ લેધર નામના વ્યક્તિએ પોતાની પત્નીના ચહેરા પર ચાર ચાકુઓની મદદથી ત્રણસો વાર કર્યા અને ચહેરો છુંદી નાખ્યો. આ ઘટના બન્યા બાદ દોષિતને તેની પુત્રીએ પિતા માનવાનો નનૈયો ભણી દીધો છે.
આ કાંડ ત્યારે બન્યો જ્યારે 60 વર્ષીય જ્યોર્જને તેની પત્નીનું કોઈ અન્યની સાથે અફેર ચાલતું હોવાની શંકા ગઈ. મહિલા ત્રણ બાળકોની માતા હતી. તેની ઉંમર 56 વર્ષની હતી. આ શંકાની સોઈ તણાતી ગઈ અને બાદમાં જ્યોર્જે પોતાની પત્નીનું કાસળ કાઢી નાખ્યું. ગુનેગાર જ્યોર્જે પોલીસની સામે જ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસને પણ આ કેસમાં વધારે મહેનત કરવાની જરૂર નહોતી પડી.
દોષિતે આ અંગે કોર્ટને કહ્યું કે, 16 નવેમ્બર 2020ના રોજ તેણે આ ચકચારી વારદાતને અંજામ આપ્યો હતો. કોર્ટમાં જજે જ્યારે આ આખી ઘટના સાંભળી ત્યારે તેમના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. તેમણે આ ઘટના વિષે કહ્યું કે, આની જેટલી પણ નિંદા કરવામાં આવે ઓછી છે. દોષિતે પોતાની પત્નીને દર્દભરી મોત આપી છે.
મૃત માતાને યાદ કરતા તેની દીકરીએ કહ્યું કે, મારી માતાની જિંદગી આ માણસે નર્ક સમાન કરી નાખી હતી. રોજ રોજ એ મારી માતાને પરેશાન કરતો હતો. મારી માતાને મારતી વખતે પણ તેને દુ:ખ નહોતું પહોંચ્યું. ઘરમાં માતાનો મૃતદેહ પડ્યો હતો. અમે બધા રડી રહ્યાં હતાં અને જ્યોર્જ બાથરૂમમાં મજાનો સ્નાન કરી રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત